અક્ષયે કુમાર સાથે ઈન્ટરવ્યુમાં પી.એમ. મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત

Published on Trishul News at 10:37 AM, Wed, 24 April 2019

Last modified on June 11th, 2019 at 3:11 PM

હિંદી સિનેમાના સુપર સ્ટાર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો જેનું પ્રસારણ બુધવારે સવારે 9 વાગે ટીવી ચેનલો પર ANIની મદદથી થયુ. આ પહેલી વાર છે જ્યારે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ કોઈ પત્રકારે નહિ પરંતુ ફિલ્મ અભિનેતાએ લીધો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાની જિંદગીના ઘણા પાસાઓ વિશે ખુલીને વાત કરી છે અને આ દરમિયાન તેમણે પોતાના વિપક્ષી દળો વિશે પણ એક ચોંકાવનારી વાત કહી છે જેને સાંભળીને કદાચ લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત :

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ

એક સવાલના જવાબમાં પીએમ મોદીએ પોતાના અને વિપક્ષી દળોના સંબંધો વિશે જણાવ્યુ, મોદીએ કહ્યુ કે ભલે અમે રાજકીય પટલ પર એકબીજાના વિરોધી હોય અને નિવેદનો આપીએ પરંતુ વર્ષમાં એક-બે વાર અમે બધા મળીને એક સાથે ભોજન પણ લઈએ છીએ, વિપક્ષના લોકો માટે મારા મનમાં કોઈ કડવાશ નથી. ના તો હું એવુ વિચારુ છુ કે કોઈના પણ મનમાં હશે જો કે આ મારુ વ્યક્તિગત મંતવ્ય છે.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત:

‘મમતા દીદીએ મને કૂર્તા મોકલ્યા છે અને મિઠાઈ પણ’

પીએમ મોદીએ સૌથી ચોંકાવનારી વાત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહી. તેમણે કહ્યુ કે તમને જાણીને નવાઈ લાગશે અને કદાચ આ વાતથી મને ચૂંટણીમાં પણ નુકશાન થાય પરંતુ આ સાચુ છે એટલા માટે બતાવવા ઈચ્છુ છુ, વાસ્તવમાં મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એક-બે કૂર્તા મોકલે ચે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાપણ વર્ષમાં 3-4 વાર ખાસ ઢાકાની મિઠાઈ મોકલે છે. જ્યારે મમતા દીદીને આ ખબર પડી તો તે પણ વર્ષમાં એક-બે વાર મારા માટે મિઠાઈ જરૂર મોકલે છે.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત

પીએમ આ વાત કહીને પોતે પણ હસવા લાગ્યા…

પીએમ આ વાત કહીને પોતે પણ હસવા લાગ્યા, તમને જણાવી દઈએ કે હાલમાં ચૂંટણી માહોલમાં મમતા બેનર્જી સતત પીએમ મોદી પર જવાબી હુમલા કરી રહ્યા છે તો વળી ભાજપ તરફથી પણ તેમને તગડા જવાબ આપવામાં આવી રહ્યા છે. એ સ્થિતિમાં પીએમ મોદીનું મમતા બેનર્જી વિશે આ જણાવવુ ખરેખર નવાઈની વાત છે.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત

ક્યારેય મારા મનમાં પ્રધાનમંત્રી બનવાનો વિચાર નથી આવ્યોઃ પીએમ મોદી

ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મારા માટે ક્યારેક કોઈ કહેશે કે મને ગુસ્સો આવે છે તો આ એક મોટી નવાઈની વાત હશે, નારાજગી અને ગુસ્સો આ બધુ જીવનનો હિસ્સો છે. હું કડક છુ, અનુશાસિત છુ પરંતુ ક્યારેય કોઈને નીચુ બતાવવાનું કામ નથી કરતો. ક્યારેય મારા મનમાં પ્રધાનમંત્રી બનવાનો વિચાર નથી આવ્યો અને સામાન્ય લોકોના મનમાં આ વિચાર આવતો પણ નથી અને મારુ જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તેમાં મને કોઈ નાની નોકરી મળી જતી તો મારી મા આખા ગામને ગોળ ખવડાવી દેત.

Be the first to comment on "અક્ષયે કુમાર સાથે ઈન્ટરવ્યુમાં પી.એમ. મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત"

Leave a comment

Your email address will not be published.


*