કોરોનાવાયરસ ને લીધે ચાલી રહેલા lockdown માં ઘરે બેસેલા એક પતિએ જ્યારે પત્ની પાસે ચા માંગી તો પત્નીએ ના પાડી દીધી. ગુસ્સામાં પતિએ તે જ સમયે પત્નીને ત્રિપલ તલાક આપી દીધા અને બાળકો સાથે ઘર ને બહાર કરી દીધી. આ મામલો ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામનો છે.
Lockdown દરમિયાન ઘરમાં બેસેલા હાજી અફઝલ એ પોતાની પત્ની દરકશા પાસે ચા માંગી.ત્યારે પત્નીએ આ વાત સાંભળી નહીં અને પતિને ચા ન આપી તો પતી નારાજ થઈ ગયો.
ગુસ્સામાં ઘર બેઠા જ પત્નીએ પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી માસૂમ બાળકો સાથે ઘરની બહાર વગાડી દીધી જ્યારે ત્રણ કલાકની કૃપા તથા આખા દેશમાં ખતમ થઈ ચૂકી છે. આ ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકી ના રામનગર થાણા ક્ષેત્રની છે.
હકીકતમાં ત્રણ વર્ષ પહેલાં પીડિતાના લગ્ન હાજી અફઝલ સાથે થયા હતા. બંનેને બે વર્ષનો દીકરો પણ છે.
દરકશાએ જણાવ્યું કે અમારા લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા છે. અમારો એક દીકરો પણ છે.તેણે મારી પાસે ચા માંગી ત્યારે હું દીકરા માટે દૂધની બોટલ ભરી રહી હતી. એટલા માટે તે સમયે હું ચા આપવા માટે ન ગઈ તો મને મારી અને ત્રિપલ તલાક આપી બે બાળક સહિત ઘરની બહાર કાઢી મૂકી.
દરકશાએ મજબૂરી જણાવતા કહ્યું કે હું lockdown માં પોતાના ઘર લખનઉ નથી જઈ શકતી એટલા માટે ગામમાં જ હું મારા સંબંધીને ત્યાં રહી છું. પીડિતાએ પોલીસ પાસે ન્યાયની માગણી કરતા કે દાખલ કરવાની અપીલ કરી છે. જેની વાત સાંભળી પોલીસે કેસ દાખલ કરી તપાસ ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news