લૉકડાઉન ખોલવાની ઉતાવળ કરશો તો પસ્તાશો: જાણો કોણે કહ્યું આવું

અમેરિકા, યુરોપના ઘણા દેશોએ લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકાને ફરીથી ધમધમતું કરવા ટ્રમ્પે તૈયારી કરી લીધી છે. તેની સામે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે. ઑર્ગેનાઈઝેશનનું કહેવું છે કે લૉકડાઉન ખોલવામાં ઉતાવળ કરશો તો પસ્તાવાનો વારો આવશે.

અત્યાર સુધી જે મહેનત કરી છે, તેના પર પાણી ફરી જશે. દુનિયાના અનેક દેશો લૉકડાઉન ખોલવા માટે ઉતાવળા થયા છે. ક્યાંક પ્રજા-સરકાર કંટાળી છે, તો ક્યાંક આર્થિક મજબૂરીને કારણે ઉદ્યોગ-ધંધાને ફરી ચાલુ કરવાની છૂટ આપવી પડી રહી છે.

યુરોપિયન દેશ ડેન્માર્કે કેટલાક પબ્લિક પાર્ક ખોલવાની તૈયારી કરી લીધી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉતાવળા થતા પહેલા દરેક દેશો ટેસ્ટિંગની ફેસેલિટી વિકસાવી લે એવી ચેતવણી આપી હતી. રાષ્ટ્રસંઘનું કહેવું છે કે અનેક અર્ધવિકસિત અને વિકસી રહેલા દેશો પાસે હજુ ટેસ્ટિંગની સુવિધા નથી.

એ સુવિધા ઉભી થવી અનિવાર્ય છે. રાષ્ટ્રસંઘના ઈકોનાોમિક વિભાગે ગણતરી કરીને કહ્યું હતુ કે આફ્રિકાના વિવિધ દેશોમાં કોરોનાના ટેસ્ટથી માંડીને સારવાર સુધીની સગવડ ઉભી કરવા ઓછામાં આછો ૪૪ અબજ ડૉલરની જરૂર પડશે. વધુમાં વધુ રકમ તો ૪૪૬ અબજ ડૉલરે પણ પહોંચી શકે એવો અંદાજો રાષ્ટ્રસંઘે વ્યક્ત કર્યો હતો.

આખા જગતમાં કોરોનાના કેસ ૨૫ લાખને પાર થઈ ગયા છે. તો મૃત્યુઆંક પોણા બે લાખ નજીક પહોંચ્યો છે. સાથે સાથે ૬.૬ લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. કોરોનાના કેસમાં અત્યાર સુધીનો વૈશ્વિક મૃત્યુદર ૨૧ ટકા નોંધાયો છે. એટલે કે ૧૦૦ દરદીમાંથી ૨૧ના મોત થાય છે.

એકલા અમેરિકામાં કેસ આઠ લાખને પાર થયા છે, જ્યારે મૃત્યુ ૪૪ હજાર નજીક પહોંચ્યા છે. અમેરિકા પછી સ્પેન એવો બીજો દેશ બન્યો છે, જ્યાં કોરોનાના ૨ લાખથી વધારે દરદી નોંધાયા હોય. સ્પેનમાં મૃત્યુઆંક ૨૧ હજારથી થોડો વધારે છે. એક સમયે સૌથી વધુ કેસ ચીનમાં હતા. આજે સૌથી વધુ કેસ ધરાવતા દેશોમાં ચીનનો ક્રમ નવમો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *