ગુજરાતમાં કેમ વધી રહ્યો છે મૃત્યુ દર ? CM રૂપાણીએ આપ્યો કઈક આવો જવાબ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્સયામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતના લોકોને ચિંતા ન કરવાનું કહ્યું હતું. તેમણે એવું પણ કહ્યું છે કે, કોરોનાવાયરસ સામે લડવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે અને 25,000 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે જ લોકોને સહકાર આપવા માટે વિનંતિ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, હું એવી આશા રાખું છું કે 3 એપ્રિલ સુધીમાં ઘણા લોકો કોરોનાની સામે જંગ જીતેને રિકવર થઈને પોતાની ઘરે પાછા જશે. એક કોરોનાનો કેસ 400 લોકોને ચેપ લગાવી શકે. કેસ ગમે તેટલા વધે નંબર પહેલો આવે, બીજો થાય કે, ત્રીજો થાય તે મહત્ત્વનું નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી. મોટાભાગના કેસમાં 85 ટકાથી વધુ લોકો ઝડપથી સારા થઈને આવી રહ્યા છે. બાકી રહેલા 15 ટકામાંથી 3થી 4 ટકા જ મૃત્યુનો દર છે બાકી બધા સાજા થઈને પાછા આવે છે.

ઘણા લોકો એવું પૂછે છે કે, સરકારી હોસ્પિટલ સારું કામ કરી રહી છે, તો પ્રાઇવેટ હોસ્પિટલ અને શા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોરોનાના દર્દીની સારવાર સરકાર દ્વારા કરવામાં આવશે અને દર્દીને તમામ ખર્ચ સરકાર ઉપાડશે. અમદાવાદમાં ત્રણ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને ખાવા-પીવાની, ચા-નાસ્તાની, દવાની અને સારવારની તમામ સુવિધાઓ મળી રહે છે અને તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે છે. તેમ છતાં પણ જો કોઈ વ્યક્તિને એવું થાય કે મારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી છે. તો તે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે.

મને ગુજરાતી તરીકે ગર્વ થાય છે કે રાજકોટની જ્યોતિ CNC કંપનીએ અનેક સંસ્થાઓનો મદદ લઈને સફળતાપૂર્વક વેન્ટિલેટર બનાવ્યા છે. અત્યાર સુધીમાં 150થી 200 જેટલા વેન્ટિલેટર આપણે ત્યાં આવી ગયા છે અને તેઓને કામમાં પણ લેવામાં આવી રહ્યા છે. વિશ્વમાં જે વેન્ટિલેટરની અછત છે પરંતુ ગુજરાતમાં અછત રહેશે નહીં. તો બીજી તરફ પણ આપણે N-95 માસ્ક બનાવીએ છીએ એટલે તેની પણ કોઈ અછત રહેવાની નથી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને ઘણા લોકો મને સવાલો પૂછી રહ્યા હતા અને વિડીયો મેં પણ જોયો છે એટલે કમનસીબે જે પણ પેશન્ટ આવ્યા હતા, તે સમયે OPD ચાલુ હતી અને દર્દીઓને 2થી 3 કલાક તકલીફ પડી હતી ત્યારબાદ તાત્કાલિક રાજ્ય સરકારે સૂચના આપી અને હોસ્પિટલમાં દર્દીને તકલીફ ન પડે અને સારવાર તાત્કાલીક મળી રહે તે માટે છેલ્લા ચાર દિવસથી તમામ આયોજન સાથે સિવિલ હોસ્પિટલ સારામાં સારી રીતે કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રી એ કહ્યું કે મારે એટલું જ કહેવું છે કે, આ સમય સામાન્ય નથી, આ સમય થોડો જુદો છે. એટલા માટે આપણે થોડું બીજી સાઇડને પણ સમજવી આવશ્યક છે એટલે આ સમયમાં બધા સહકાર આપે. આવા સમયમાં સરકાર અને સમાજ આ બધુ અલગ ન હોઈ શકે બધા એક છીએ. લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે અમારું લક્ષ્‍ય હતું. લોકોને તકલીફ ન પડે તે માટે તંત્રએ સેવાભાવી સંસ્થાના લોકો સાથે રહીને સેવાકીય કાર્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *