લોકડાઉન દરમ્યાન સોશિયલ મીડિયા પર કોઈ અફવા ફેલાવે નહિ તેના માટે સાયબર ક્રાઈમ વોચ રાખી રહી છે. ફેસબુક માં એક યુવકે નગ્ન વિડીયો અપલોડ કરતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે હમિદખાન નામના ફેસબુક યુઝર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે ફેસબુક રાખી બાજ નજર
કોરોના વાયરસની મહામારીમાં સોશિયલ મીડિયા પર લોકો ઘણા પ્રકારના ફોટો વીડિયો શેર કરતા હોય છે. ખોટો ફોટો વીડિયો શેર કરી અને અફવા ફેલાવતા તેમજ જાહેર શાંતિનો ભંગ થાય તેમ હોવાથી અમદાવાદ સાયબર ક્રાઈમ ફેસબુક પર વોચ રાખી હતી. ત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો માત્ર સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાનો સમય પસાર કરી રહ્યા છે. પણ કેટલાક માનસિક વિકૃત પણ એવા લોકો હોય છે જે સોશ્યલ મીડિયાનો સદઉપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરતા હોય છે. અને આવા જ એક વ્યક્તિ સામે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
IP એડ્રેસ અને URL ની મદદથી શોધખોળ શરુ
હમીદખાન નામના એક ફેસબુક યુઝરે તેની પ્રોફાઈલમાં નગ્ન વીડિયો અપલોડ કર્યો હતો. નગ્ન વીડિયો અપલોડ કરતા સાયબર ક્રાઈમના PSI એચ.એન. પ્રજાપતિએ ફરિયાદ નોંધી છે. આ વ્યક્તિનું આઇપી એડ્રેસ અને યુઆરએલ મારફતે પોલીસે શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news