કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મળેલી રાહત બાદ lockdown માં ફસાયેલા મુસાફર, શ્રમિક વર્ગ પોતાના વતન પરત જવાની કોશિશ કરી રહ્યા છે. મંગળવારે મધ્યપ્રદેશ પાછા ફરી રહેલા કેટલાક લોકો મથુરા નજીક રોડ અક્સમાતમાં કાળનો કોળીયો બની ગયા. આ દુર્ઘટનામાં 7 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે.
મળતી વિગતો અનુસાર મથુરામાં એક ટ્રક અને ટેમ્પો વચ્ચે ઉમરી ગામ નજીક ગમખ્ત્વાર અકસ્માત થયો. ટેમ્પોમાં બેસેલા લોકો મધ્યપ્રદેશના છત્તરપુર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો કોરોના lockdownમાં ફસાયેલા હતા અને પોતાના ગામ જઈ રહ્યા હતા. મૃતક તમામ લોકો છતરપુર નિવાસી જણાવવામાં આવી રહ્યા છે.
ઓરિસ્સામાં મજૂરોને લાવી રહેલી બસ દુર્ઘટનાનો શિકાર
આના પહેલા પણ ઓરિસ્સામાં કોરોના lockdown દરમિયાન તેલંગાણામાં ફસાયેલા પ્રવાસી મજૂરોને લાવી રહેલી બસ ની દુર્ઘટના ઘટી હતી.આ દુર્ઘટનામાં બસ ડ્રાઈવર નું મૃત્યુ થઈ ગયું હતું જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના મંગળવારે સવારે ઓરિસ્સાના national highway 16 પર થઈ હતી. બસ હૈદરાબાદથી ઓરિસ્સાના બાંકી જઈ રહી હતી.આ ત્રીજી ઘટના છે જ્યારે પ્રવાસીઓને લઈ જઈ રહેલી બસ ની ઓરિસ્સામાં દુર્ઘટના થઈ.
આના પહેલા 3 મેના રોજ ગુજરાતના સુરતથી પ્રવાસી મજૂરોને લઈને પાછી ફરી રહેલી બસ ઓરિસ્સાના કમાલની સીમા પર ઘાટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ. આ દુર્ઘટનામાં બસના ચાલક સહિત પાંચ લોકો ઘાયલ થઇ ગયા હતા. સુચના મળતા જ પોલીસ દળ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી. આ બસમાં ત્રણ મહિલાઓ સહિત 57 લોકો સવાર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news