પરેશ ધાનાણીની વતન જવા મફત મુસાફરીની આ જાહેરાત વિજય રૂપાણીને રાજીનામું અપાવી દેશે

ગઈ કાલે જે રીતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જાહેરાત કરીને દેશભરના મજૂરોનો વતન વાપસી માટે નું ભાડું કોંગ્રેસ આપશે તેવી જાહેરાત કર્યા બાદ દેશભરમાં કોંગ્રેસના આ નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. ત્યારે ડેમેજ કંટ્રોલ માં લાગેલી સરકારે 85% ભાડુ કેન્દ્ર સરકાર અને 15% ભાડું રાજ્ય સરકાર ચૂકવશે પોલીસે જાહેર કરી છે. પરંતુ હજી તેનો અમલ શરૂ થયો હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.

ત્યારે હવે સોનિયા ગાંધીના આ ગુગલી બોલ થી ક્લીન બોલ્ડ થયેલી કેન્દ્ર સરકાર જેવો જ દાવ ગુજરાત કોંગ્રેસ રમી શકે છે. આજે ગુજરાત સરકારે ગુજરાતીઓને પોતાના વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ ગુજરાતના મુખ્યમંત્રી અને એક પડકાર ફેંક્યો છે કે, બેરોજગારી અને ભુખમરાથી પીડીત ગરીબ તથા શ્રમિક પરિવારોને જો સ્પેશિયલ ટ્રેનોમાં મફત મુસાફરી કરાવશે તો તેઓ રાજીનામું આપી દેશે. પરંતુ જો રૂપાણી સરકાર આવું ન કરી શકે તો મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડશે.

પરેશ ધાનાણીના આ ટ્વીટ બાદ અટકળો તેજ થઈ છે કે ગુજરાત કોંગ્રેસ પણ સોનિયા ગાંધી એ કરેલ જાહેરાત જેમ જ  ગુજરાતમાં પણ વતન વાપસી કરવા માંગતા ગુજરાતીઓ માટે ભાડું ઉઠાવી શકે છે.

આ અંગે પરેશ ધાણાની નજીકના સૂત્રો જણાવ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના સિનિયર નેતાઓ એ આ માટે એક મિટિંગ કરી છે અને આ મિટિંગ માં ચર્ચા કરવામાં આવી છે કે, વતન વાપસી કરવા માંગતાં ગુજરાતી પરિવારોને જો રૂપાણી સરકાર સરકારી બસ અથવા ટ્રેન મારફતે મુસાફરી કરાવવા માંગતી હશે તો ડીઝલ નો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે અને નાગરિકોને ભાડુ ચૂકવવામાં થી મુક્તિ અપાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *