લોકડાઉનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં પ્રેમી પોતાની 17 વર્ષની પ્રેમિકાને લઈને ફરાર

હાલ દેશભરમાં કોરોનાને કારણે 17 મે સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતનું અમદાવાદ શહેર બીજું વુહાન બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા 4000 એ પહોંચી ગઈ છે. એવામાં અમદાવાદને રેડઝોન જાહેર કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. સાથે CRPF ના જવાનોની પણ ટુકડીઓ અમદાવાદમાં ફરજ બજાવી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં એક ચોકાવનારો કિસ્સો બન્યો છે.

લોક ડાઉનમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પ્રેમિકાને લઈને પ્રેમી ફરાર થઇ ગયો છે. પોલીસ ચોતરફ લોકડાઉનમાં બહાર નીકળતા લોકો પર નજર રાખી રહી હોવા છતાં પ્રેમી પંખીડા ફરાર થવામાં કઈ રીતે સફળ રહ્યા તે મુદ્દે સ્થાનિકો પણ અચરજમાં છે. આટલું જ નહિ પણ આ કિસ્સામાં પ્રેમિકા સગીર છે.

ઓઢવના સિંગરવા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય મોનાલી (નામ બદલ્યું છે.) સાત દિવસ અગાઉ તેની માતા સાથે રાત્રીના 10 વાગ્યે સુઈ ગઈ હતી. સવારે સાત વાગ્યે જાગેલી માં એ દીકરી મોનાલીને ના જોતા તપાસ કરી હતી. મોનાલીને તેમના વિસ્તારમાં રહેતા યુવક અરુણ સોલંકી સાથે પ્રેમ હોવાનું અને બંને એકબીજા સાથે અવારનવાર વાતચીત કરતા અને મળતાં હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે મોનાલીની માતાએ બનાવની જાણ ઓઢવ પોલીસને કરી હતી. પોલીસ ટીમ તેમજ મોનાલીના પરિવારે અરુણના ઘરે તપાસ કરી તો તે ત્યાં મળી આવ્યો નહોતો.

લોકડાઉનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંને પ્રેમીઓ ભાગવામાં સફળ રહ્યા તે બાબતે પોલીસને પણ અવઢવમાં મૂકી હતી. પોલીસે બંનેને શોધવા માટે ઠેર ઠેર તપાસ કરી પણ ક્યાંય મળ્યા નહિ. ઓઢવ પોલીસે સગીર પ્રેમિકાને ભગડી જવાના મામલે પ્રેમી અરુણ વિરુદ્ધ ગત મોડી રાત્રે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *