જર્મનીના ઘણા શહેરોમાં lockdown માટે લાવવામાં આવ્યા બાદ બીજી વખત lockdown લાગુ કરવું પડ્યું છે. Lockdown માં છુટ અપાયા બાદ કેટલાક દિવસોમાં અહીંયા કોરોનાવાયરસના કેસમાં વધારો થવા લાગ્યો.
જર્મનીના રાજ્યોએ નક્કી કર્યું છે કે જો સાત દિવસમાં પ્રતિ એક લાખ વસ્તી પર નવા પોઝિટિવ કેસ ની સંખ્યા 50 થી વધારે આવે છે તો lockdown લાગુ કરવામાં આવશે.જર્મનીમાં lockdown માં છૂટ મળ્યાના સાત દિવસમાં નક્કી કરેલી સીમાથી વધારે નવા કેસ સામે આવી ગયા.
પોઝિટિવ કેસની સંખ્યા વધ્યા બાદનાના શહેરમાં રેસ્ટોરન્ટ, સ્પોર્ટ અને ફિટનેસ સ્ટુડિયો ખોલવાના નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો. જર્મનીમાં 16 રાજ્યો છે.જ્યાં રાજ્યો અને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ lockdown ના નિયમમાં છૂટછાટ આપી શકે છે.
જર્મનીના તમામ રાજ્ય આ વાત પર સહમત થઈ ગયા છે કે સાત દિવસમાં એક લાખની વસતિ પર 50 નવા કેસ સામે આવ્યા બાદ lockdown બીજી વખત લાગુ કરવામાં આવશે. જર્મનીના સૌથી વધારે વસતીવાળા એ શહેરમાં માસ સપ્લાય સેન્ટરમાં અચાનક 150થી વધારે સ્ટાફ સંક્રમિત મળી આવ્યો.સરકારે હવે કહ્યું છે કે રાજ્યના તમામ માસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે.
જર્મનીમાં અત્યાર સુધી કોરોનાવાયરસથી 170000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 7500 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news