સુરતના ભાજપ કોર્પોરેટર પુષ્પા પટેલ પર ગંભીર આરોપ લાગ્યા છે.કોંગ્રેસના કાર્યકરોએ મહિલા કોર્પોરેટર અલ્પા પટેલ પાસેથી શાકભાજી ખરીદ્યું હતું.ત્યારબાદ કોંગ્રેસ-ભાજપ કોર્પોરેટર પુષ્પા પટેલ પર હાવી થઈ ગઈ હતી.
સુરત શહેરના વોર્ડ નંબર 22ના ભાજપ કોર્પોરેટર પુષ્પા પટેલ શાકભાજી વેચે છે. જોકે સુરત મહાનગરપાલિકાએ શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકેલો છે તેમ છતાં કોર્પોરેશનના સભ્યો જ આ નિયમોનું ઉલ્લંઘન કરી શાકભાજી વેચી કમાણી કરી રહ્યા છે. કોરોનાવાયરસ ના વધતા કેસો ને લીધે શાકભાજી વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.
ભાજપ કોર્પોરેટર પુષ્પા પટેલ ભટાર ખાતે આવેલા કૃષ્ણ પેલેસથી શાકભાજી વેચી રહ્યા છે.કોંગ્રેસ કાર્યકરો ઓર્ડર આપી ખરીદી કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેઓ પોતાના ખેતરેથી શાકભાજી લાવી વેચાણ કરી રહ્યા છે.
એક બાજુ lockdown ના હજારો લોકો ભૂખ્યા છે તો બીજી બાજુ ભાજપના જ કોર્પોરેટર શાકભાજી વેચીને નફો કમાણી કરી રહ્યા છે.
કોંગ્રેસના એક કાર્યકર્તાએ પુષ્પા પટેલને ફોન કરી શાકભાજી ખરીદવા માટેનો ઓર્ડર આપ્યો હતો. અને તેમા ઓર્ડરને કન્ફર્મ કરતા પુષ્પા પટેલ જણાઇ આવ્યા હતા. હવે સુરત ભાજપ આ નિયમો તોડવાને ઉપર શું પુષ્પા પટેલ પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news