નાના- મધ્યમ ધંધાદારીઓને સરકાર આપશે માત્ર એક કાગળ લખવાથી સસ્તા વ્યાજની લોન- જાણો અહી

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે. ત્રણ વર્ષની…

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે. ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે. કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે. નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6 મહિના સુધી EMI નહિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે.

1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે  આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *