કોરોનાવાયરસને સંબંધિત ઘણા વિચિત્ર મામલાઓ સામે આવી રહ્યા છે. એવો જ એક મામલો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે જ્યાં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળી ચૂપચાપ ગામમાં પાછો આવ્યો તો લોકોમાં હડકંપ મચી ગયો કારણકે ગામ વાળાઓને ખબર પડી ગઈ કે તેની ગર્લફ્રેન્ડ કોરોનાવાયરસ થી સંક્રમિત છે.
હકીકતમાં મામલો મધ્ય પ્રદેશના બેતુલનો છે. જ્યાં એક યુવાન ભોપાલમાં પોતાની ગર્લફ્રેન્ડને મળી બેતુલ પોતાના ઘરે પાછો આવી ગયો. લોકોની ફરિયાદ બાદ પોલીસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી તો માલૂમ પડ્યું કે યુવકની ગર્લફ્રેન્ડ છે. ત્યારબાદ પ્રશાસને યુવકને આઇસોલેશન વોર્ડમાં રાખી દીધો છે.
બેતુલ જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી આર કે ધ્રુવ એ જણાવ્યું કે ભોપાલના જ એક પ્રાઈવેટ હોસ્પિટલ માં કામ કરતો યુવક ભોપાલમાં પોતાની ગર્લફ્રેન્ડને મળી બેતુલ પહોંચ્યો. યુવક ભોપાલથી પહેલા પગપાળા ચાલ્યો અને પછી મંડીદીપ માં એક ટ્રક દ્વારા બેતુલ પહોંચ્યો.
બેતુલ પહોંચતા જ ગામ વાળાએ આ યુવકને જોયો. ગામ વાળા એ જ સ્થાનિક પ્રશાસનને તેની જાણકારી આપી. પછી ખબર પડી કે યુવકની ગર્લફ્રેન્ડ ભોપાલમાં રહે છે અને તે કોરોના પોસિટીવ છે. ત્યારબાદ અફરાતફરીમાં તેમના ગામના કસ્તુરબા છાત્રાવાસમાં તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો.
જણાવવામાં આવ્યું છે કે તે ભોપાલથી ગેરકાયદેસર રીતે ભાગ્યો છે તેની સૂચના પોલીસને આપવામાં આવી છે. આ ઉપરાંત તે જે લોકોને મળ્યો છે જે લોકોના સંપર્ક માં આવ્યો છે તેઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તે બધાને આઇસોલેશન વોર્ડમાં જવા માટે કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news