આજે કેન્દ્ર સરકાર લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન્સ બહાર પાડવામા આવી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોએ આપેલી ભલામણ અનુસાર લોકડાઉનના ચોથા તબક્કામાં દેશમાં ઘણા ભાગોમાં આર્થિક પ્રવૃતિઓ ધમધમતી થઈ જશે એ નક્કી છે. લોકડાઉનના અત્યાર સુધીના તબક્કા દરમિયાન જે જે ક્ષેત્રોમાં કામકાજ અત્યાર સુધી ઠપ્પ હતુ તેઓને ચોથા લોકડાઉનમાં રાહત મળી શકે છે.
ઘણા રાજ્યોમાં રેડ ઝોનમાં પણ ધંધા રોજગાર શરૂ કરવા કેન્દ્ર સરકારે જણાવ્યુ છે. આ દરમિયાન રોટેશન, ઓડઈવન ફોર્મ્યુલા, ઓછા માણસો, ઓછો સમય નક્કી કરવાની સાથે કામ, સોશ્યલ ડિસ્ટન્સ અને સ્વાસ્થ્ય પ્રોટોકોલનુ કડકથી પાલન કરવા જેવા નિયમો આવી શકે છે.
મોટાભાગના રાજ્યોએ સંપૂર્ણ છૂટની વાત કરી નથી તેથી જે રાહતો મળશે તે શરતો સાથે હશે. સોમવારથી દુકાનો ખુલે તેવી જાહેરાત થાય તેવી સંભાવના છે. જો કે મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા, ધાર્મિક મંદિર સભાઓ વગેરે ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે.
અધિકારીઓનું કહેવુ છે કે આગામી તબક્કામાં ઓરેન્જ ઝોનમાં પણ ઘણી ઓછા પ્રતિબંધો રહેશે. રેડ ઝોનમાં પણ કંનેન્ટમેન્ટ એરિયામાં જ ચુસ્ત પાલન રાખવામાં આવશે. રેડ ઝોનમાં સલૂન, હેર કટિંગની દુકાન અને ચશ્માની દુકાનોને પણ ખોલવાની પરવાનગી મળી શકે છે. જોકે આ સંબંધિત વિસ્તૃત ગાઈડલાઈન રાજ્ય સરકારોના સૂચનોના આધારે ગૃહ મંત્રાલય જારી રાખશે. રાજ્ય સરકારોને શુક્રવાર સુધી પોતાના સૂચનો આપવાનુ કહેવામાં આવ્યુ હતુ.
ટ્રાન્સપોર્ટ, હવાઈ અને બસ સેવા શરુ કરવામાં આવી શકે છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં મોટા ભાગના ઉદ્યોગો શરુ થવાણી સંભાવના છે. કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને જણાવ્યુ છે કે ગ્રીન, ઓરેન્જ ઝોનના વિસ્તારોમાં દુકાનો ઓડઈવન ફોર્મ્યુલાથી ખોલવાની મંજુરી મળે કે જેથી ભીડ એકઠી ન થાય.
પંજાબ, બંગાળ, મહારાષ્ટ્ર, આસામ અને તેલંગણાએ લોકડાઉન ચાલુ રાખવાની કેન્દ્રને ભલામણ કરી છે. જ્યારે બાકીના રાજ્યોએ છૂટછાટની માંગણી કરી છે.
દિલ્હી, કર્ણાટક, આંધ્ર, કેરળ, ગુજરાત વગેરે રાજ્યો આર્થિક પ્રવૃતિ શરૂ કરવા માગે છે. સાફસફાઈ, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરે ફરજીયાત બનશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઓટો અને ટેકસી પણ ચલાવવાની મંજુરી મળે તેવી પણ શકયતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news