રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન જીવન માટે આવે તેના માટે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દારૂની દુકાન, પાન માવા ની દુકાનો, સલુન, ઓફિસ, ફેક્ટરીઓ વગેરે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે lockdown ને કારણે મંદિર પૂજાઓ કથાઓ બંધ હોવાથી બેરોજગાર બનેલા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ હવે વ્યથિત બન્યા છે, રાજકોટના માલસર ખાતે ના ગજાનંદ આશ્રમ ના વિજયભાઇ જોષી ઉર્ફે ગુરુજી નામના વ્યક્તિએ પ્રધાનમંત્રી ને પત્ર લખીને જણાવ્યું છે કે, તમને અમારી જેવા કર્મકાંડી બ્રાહ્મણો પૂજારીઓ નો વિચાર સુધ્ધા નથી આવ્યો.
આ આશ્રમ દ્વારા માલસર ગામના લૉકડાઉનના સમયમાં બે ટંકનું કુલ 5000 ગરીબોને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આશ્રમ તરફથી ડોર ટુ ડોર નિ:શુલ્ક આપવાની કામગીરી શરુ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ ગુજરાતમાં પાન માવા ના ગલ્લાઓ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે મંદિરોમાં કામ કરતા પૂજારીઓને નાના-મોટા કર્મકાંડ ધરાવતા બ્રાહ્મણો ની રોજીરોટી છીનવાઇ ગઇ છે. કર્મકાંડી બ્રાહ્મણો પાસે રોજીરોટી માટે પૂજા કરાવી ને મળતી દક્ષિણા સિવાયનો કોઈ કમાણી નો રસ્તો હોતો નથી. જેથી તેમના પ્રતિનિધિ રૂપે ધર્મ, ધાર્મિકતા, મંદિરો, કર્મકાંડ સાથે જોડાયેલા લોકોને lockdown માંથી બહાર કાઢવા રજૂઆત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news