… તો આ કારણે સરકારે લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર ના કર્યા, નાણામંત્રીનો ખુલાસો

કોરોના મહામારીના લોકડાઉનમાં અર્થતંત્રને ફરીથી ધમધમતું કરવા પ્રધાનમંત્રી મોદીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત થતાની સાથે જ લોકો પોતાના હાથમાં કેટલી રકમ આવશે તેનો અંદાજ લગાવી રહ્યા હતા. પરંતુ સરકારે આ પેકેજમાં લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાનો કોઈ ઉલ્લેખ ન કર્યો હોવાથી સરકારની આલોચનાઓ થવા લાગી હતી. આ આલોચકોને નાણામંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

પોતાના ઈન્ટર્વ્યૂમાં નાણામંત્રીએ જણાવ્યુ કે, ગરીબ વર્ગ માટે તેમના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવા સમસ્યાનો ઉકેલ નથી. મને ખ્યાલ છે કે, કેટલાક અર્થશાસ્ત્રીએનું કહેવું છે કે, લોકોના હાથમાં રૂપિયા આપી દેવાથી બજારમાં માંગ વધી શકે તેમ હતી. જો કે સરકારે એક વૈકલ્પિક માર્ગ પસંદ કર્યો, કારણ કે અમારુ માનવું છે કે, કંપનીઓને લિકિવિડિટી પૂરી પાડવાથી કેસ્કેડિંગની અસર જોવા મળશે. જેનો વધુ લોકોને લાભ મળી શકે છે.

નાણામંત્રીએ કહ્યું કે, માર્ચમાં લૉકડાઉન કાર્ય બાદ તરત જ અમે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં કેટલાક વર્ગને કેશ ટ્રાન્સફર અને અનાજ આપવા સહિત અનેક રાહતો પૂરી પાડવામાં આવી હતી.

નાણામંત્રીએ જણાવ્યું કે, DISCOMSને એટલા માટે પૈસા આપવામાં આવ્યા જેથી તે ગરીબો અને ખેડૂતોને મફત વીજળી પૂરી પાડી શકે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 90 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ પૈસા બે તબક્કાઓમાં આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 45000 કરોડ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે.

કૃષિ સેક્ટરને છોડીને કોઈ અન્ય સેક્ટરને લઈને અને કોઈ વિશેષ જાહેરાત કરી છે. અમે એવા પગલા ભર્યાં છે, જેનો લાભ દરેક સેક્ટર સુધી પહોંચી શકશે. કૃષિ સેક્ટર પર એટલા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી ખેડૂતોની આવક વધી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *