ચીનને ધૂળ ચટાડવા મેદાનમાં આવ્યા યોગી આદિત્યનાથ, બનાવી રહ્યા છે આ મજબૂત માસ્ટરપ્લાન

દેશમાં કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે લાખોની સંખ્યામાં મજૂરો ઉત્તર પ્રદેશ પરત આવી રહ્યા છે. આ મજૂરોને ઉત્તર પ્રદેશમાં જ રોજગાર અપાવવા માટે સીએમ યોગી મોટા…

દેશમાં કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે લાખોની સંખ્યામાં મજૂરો ઉત્તર પ્રદેશ પરત આવી રહ્યા છે. આ મજૂરોને ઉત્તર પ્રદેશમાં જ રોજગાર અપાવવા માટે સીએમ યોગી મોટા પ્લાનની તૈયારીમાં લાગ્યા છે. શનિવારનાં વિદેશી કંપનીઓનાં ઉત્તર પ્રદેશમાં રોકાણને લઇને સીએમ યોગી પોતાના અધિકારીઓ સાથે યોજના બેઠક યોજવા જઈ રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં ચીનમાં કામ કરી રહેલી કંપનીને ભારતમાં આકર્ષવા માટેની રીતો ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, યોગી આદિત્યનાથ સાંજે 5 વાગ્યે ઇન્વેસ્ટ ઇન્ડિયાને લઇને મીટિંગ કરશે. આ બેઠકમાં સીએમ યોગી આ ઉપરાંત ઉપ-મુખ્યમંત્રી દિનેશ શર્મા, સિદ્ધાર્થ નાથ સિંહ, ઐદ્યોગિક વિકાસ પ્રમુખ સચિવ આલોક કુમાર ઉપરાંત મુખ્ય સચિવ અવનીશ અવસ્થી પણ સામેલ થશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સીએમ યોગી ઇચ્છે છે કે, ચીનમાં વેપાર કરનારી વધારેમાં વધારે મલ્ટીનેશનલ કંપનીઓ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરે. આ રોકાણ માટે ઉત્તર પ્રદેશમાં તેમને કઇ રીતે સારામાં સારો માહોલ આપવામાં આવશે તેના માટે આ બેઠક કરવામાં આવી રહી છે.

ચીનમાં વેપાર કરી રહેલી જાપાની, અમેરિકન અને યૂરોપિયન કંપનીઓ પર યોગી આદિત્યનાથની નજર છે. વિદેશી કંપનીઓને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા અને ઉદ્યોગો લગાવવા માટે મેનેજ કરવા એક ટાસ્ક ફૉર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફૉર્સ વિદેશી કંપનીઓ માટે ઉત્તર પ્રદેશમાં રેડ કાર્પેટ બિછાવવાનું કામ કરી રહી છે. સીએમ યોગીની આ ટાસ્ક ફૉર્સ રોકાણકારોનો સંપર્ક કરી રહી છે અને તેમને પ્રદેશમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપતા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ગેરંટી આપી રહી છે.

વિદેશી કંપનીઓને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાના અવસર આપવાનાં ઉદ્દેશથી તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનાં મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે યૂરોપિયન કંપનીઓનાં ઉદ્યોગ સમૂહની સાથે વિડીયો કૉન્ફરન્સ પર વાત કરી હતી. આ સમૂહમાં 74 સભ્ય સામેલ હતા. આમાં ઇટાલી, બેલ્જિયમ, ડેનમાર્ક વગેરે દેશોનાં રાજદૂત સામેલ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દુનિયાનાં 80થી વધારે દેશોમાં ફૂટવેર સપ્લાય કરનારી જર્મની કંપની વૉન વેલ્ક્સ ચીનથી પોતાનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ શિફ્ટ કરીને આગ્રામાં યૂનિટ લગાવવાની છે. પહેલા તબક્કામાં કંપની આગ્રામાં 110 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અને 10000 થી વધુ લોકોને રોજગાર મળશે. જર્મન કંપની ભારતમાં લેટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને કામ કરશે. કંપની આગામી બે વર્ષમાં આ સંપૂર્ણ રોકાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *