દ્રૌપદીની જેમ ભારતના આ સ્થળે હજુપણ સ્ત્રીઓ કેટલાય પતિ સાચવે છે- જાઓ અહી

મહાભારતમાં દ્રૌપદીએ પાંચ પાંડવ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ભારતમાં હજુ પણ હિમાચલ પ્રદેશના જનજાતિય વિસ્તાર કિન્નોરમાં આજે પણ બહુપતિ પ્રથા પ્રચલિત છે. આ…

મહાભારતમાં દ્રૌપદીએ પાંચ પાંડવ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ભારતમાં હજુ પણ હિમાચલ પ્રદેશના જનજાતિય વિસ્તાર કિન્નોરમાં આજે પણ બહુપતિ પ્રથા પ્રચલિત છે. આ સ્થળ રાજધાની શિમલાથી 250 કિમી દૂર આવેલું છે. જો કે આમ તો હિંદુ મેરેજ એકટ હેઠળ બહુ પતિત્વ માન્ય ગણાતું નથી પરંતુ અહિંયાની જનજાતિના લોકો માટે આ પરંપરા અને રિવાજના ભાગરુપે છે આ પ્રકારના વિવાહને જમફો પોસમા કહેવામાં આવે છે. જો કે પહેલા કરતા હવે બહુ પતિત્વનું પ્રમાણ ઘટી ગયું છે તેમ છતાં નાબૂદ થયું નથી. જેને કોમન મેરેજ પણ કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના કિન્નોરના લાવણ નામના ગામમાં પાંચ પતિઓ વચ્ચે એક પત્ની છે, પરંતુ એવું નથી કે બધી મહિલાને પાંચ પતિઓ હોય. અહીં વધુમાં વધુ પાંચ પતિનો રિવાજ છે. આ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો, તેવી પણ વાયકા છે. આ વાયકાને પગલે જ આ ગામમાં યુવતીના લગ્ન તેના સાસરિયાના તમામ છોકરાઓ એટલે કે ભાઈઓ સાથે લગ્ન કરી લે છે. લગ્નના કિસ્સામાં યુવતી એક જ હોય છે, પરંતુ ભાઈઓની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે.

આ ગામમાં જ પાંચ પતિઓ સાથે લગ્ન કરી રહેતી રજ્જો વર્મા પોતાના પાંચેય પતિઓ સાથે ખુશ છે અને બાકીની ગામની અન્ય પત્નીઓની તુલનામાં તેના પતિ તેને વધુ પ્રેમ કરે છે.  લગ્ન બાદ યુવતી કોની સાથે રહેશે, તે એક ટોપી દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે જો કોઈ ભાઈ પત્ની સાથે એક રૂમમાં બંધ હોય તો રૂમની બહાર તેની ટોપી લટકાવવામાં આવે છે. આ ટોપી જોઈને બીજો કોઈ ભાઈ તેની અંદર પ્રવેશ કરતો નથી.

આ રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે જેમાં બાળકો તથા પરીવારની જવાબદારી વહેંચાઇ જાય છે. જેમ અભ્યાસ અને બહારની દુનિયા સાથેનો સંપર્ક વધતો જાય છે નવી પેઢીને કોમન મેરેજમાં રસ ઘટતો જાય છે. ભાઇની પત્ની પોતાની પત્ની કેવી રીતે હોઇ શકે એ સમજાવવામાં શરમ અનુભવે છે. જો કે આ પ્રથા નેપાળ, ભૂટાન, ઝારખંડ અને બિહારની કેટલીક જનજાતિઓમાં આજે પણ મોજુદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *