કોગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું તે મોદી સરકારે 6 વર્ષમાં કરી બતાવ્યું

બીજેપીએ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, કોગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું તે મોદી સરકારે 6 વર્ષમાં કરીને…

બીજેપીએ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, કોગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું તે મોદી સરકારે 6 વર્ષમાં કરીને દેશ અને દુનિયાને બતાવ્યું છે. હકીકતમાં રાહુલ ગાંધીએ શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આર્થિક પેકેજની નહીં પરંતુ આજે લોકોના ખિસ્સામાં રૂપિયા આપવાની જરૂર છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, નાણાં સીધા લોકોના ખિસ્સામાં પહોંચી રહ્યા છે.

પાત્રાએ કહ્યું કે, આર્થિક વાવાઝોડાને રોકવા માટેની સરકારે વ્યવસ્થા કરી છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારની સુનામી હતી. મોદી સરકારે ભ્રષ્ટાચારનો સફાયો કર્યો છે. રાહુલે સીધા લોકોના ખાતામાં પૈસા મૂકવાનું કહ્યું હતું. આ અંગે જવાબ આપતાં પાત્રાએ કહ્યું કે, પૈસા લોકોના ખિસ્સામાં સીધા પહોંચી રહ્યા છે. આઠ કરોડ ખેડુતોને પૈસા અપાયા છે. મહિલા જનધન ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવી રહ્યા છે. વિધવાઓ, દિવ્યાંગ, વડીલોને પૈસા આપવામાં આવી રહ્યા છે. ખાતામાં અત્યાર સુધી 34 હજાર કરોડ રૂપિયા ઉમેરવામાં આવ્યા છે.

પાત્રાએ કહ્યું કે, સરકારે પરપ્રાંતિય મજૂરોને 3,400 કરોડ રૂપિયા આપ્યા છે. રેશન અને પૈસા સીધા જ જરૂરિયાતમંદના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સિવાય ઇપીએફઓમાં 700 કરોડ રૂપિયા સીધા જ પોહ્ચાડવામાં આવ્યા છે. કોરોના સામે ચાલી રહેલી લડત અંગે તેમણે કહ્યું કે, અમે કોરોનાને ચોક્કસ હરાવીશું.

સંબિત પાત્રા સૌથી વધારે ચર્ચામાં રહેતા ભાજપના નેતાઓમાંથી એક છે. તેઓ પોતે પણ ડૉક્ટર છે. અને તેમને અગાઉ ડૉક્ટર તરીકે પણ ફરજ બજાવી છે. ભાજપના નેતાઓથી ટીવી પર સૌથી વધારે દેખતાના નેતાઓમાંથી પણ સંબિત પાત્રા એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *