હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે લોકો પરેશાન છે. તેવામાં થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાનના નામે એક વાવાઝોડું આવ્યું હતું. હાલમાં ત્યાંની સરકાર અને લોકો આ વાવાઝોડાથી થયેલ નુકશાનનો સામનો કરી રહ્યા છે. તેવામાં સરકારી મંત્રાલયો અને વિભાગો પણ આ માર્ગ ઉપર કામ કરી રહ્યા છે. પંરતુ એમાં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ બે દિવસ પહેલા જ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગૃહમંત્રાલયના એક સ્ટાફથી થયેલ ભૂલને કારણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સ્ટાફે ભૂલથી ગૃહ મંત્રાલયના ફેસબુક પેજમાં પશ્ચિમ બંગાળમાં આવેલ ચક્રવાત અમ્ફાન દરમિયાન થયેલ નુકશાનને કારણે બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સ્ટાફે ભૂલથી બચાવ કામગીરીના ફોટાની સાથે દારૂના ફોટા પણ ફેસબુક પેજમાં અપલોડ કર્યા હતા. આ ફોટાનું શિર્ષક હતું – એનડીઆરએફ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના પાંચલા બ્લોકના દેઉલપુરમાં રાહતકાર્ય ચાલુ છે. આ ભૂલને સોશિયલ મીડિયા યુઝર્સે ઝડપથી પકડી લીધી હતી. અને હાલમાં આ ફોટાના સ્ક્રિનશોર્ટ સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે.
Who’s handling Ministry of Home Affairs Facebook page? Post deleted. pic.twitter.com/3jlr9OjZRt
— Mohammed Zubair (@zoo_bear) May 28, 2020
સોશિયલ મીડિયા યુઝર્સ મોહમ્મદ ઝુબૈરે ટ્વિટ કરીને કર્યું હતું કે, ગૃહ મંત્રાલયના ફેસબુક પેજને કોણ સંભાળી રહ્યું છે. હાલ આ પોસ્ટ ડીલીટ કરી નાખવામાં આવી છે. આ દારૂનો ફોટો ગૃહ મંત્રાલયના ફેસબુક પેજમાં 28 મેના રોજ સવારે 9 વાગ્યે ગૃહ મંત્રાલયના ફેસબુક પેજ ઉપર મુકવામાં આવ્યો હતો અને તેને અડધો કલાક પછી તેને ડીલીટ પણ કરી નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો સોશિયલ મીડિયા પર એના સ્ક્રીન શોટ શેર થઈ ગયા હતા. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલયનું ફેસબુક પેજ હેન્ડલ કરનાર સભ્ય દ્વારા અજાણતાં ભૂલ થઈ હતી. આ કોઈ ખાનગી અને ગૃહ મંત્રાલય પેજ વચ્ચે મિક્સઅપથી થયું હોય અથવા ભૂલથી ખોટું પેજ સિલેક્ટ કરવાને કારણે થયું હોય. જે વ્યક્તિ પેજ હેન્ડલ કરી રહ્યો હતો તેણે લેખિતમાં માફી માંગી છે. સ્ટાફની આ ભૂલ અજાણતાં થઈ હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ફેસબુક પેજ પર દારૂનું ચિત્ર જોતાં એક વ્યક્તિએ ટ્વીટ કર્યું, દારૂમાં શું સમસ્યા છે? તે આજની દેશની અર્થવ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન આપી રહ્યું છે. બીજા ટ્વિટર યુઝર્સે લખ્યું, તેઓ એ બતાવવા માંગતા હતા કે ચક્રવાતથી કેટલું આર્થિક નુકસાન થયું હતું, તમે દારૂ પીને આ નુકસાન ઘટાડી શકો છો. અન્ય એક ટ્વિટર યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું હતું કે સરકાર આવતા વર્ષથી દારૂ ખરીદવા માટે લોન આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news