ગુજરાતમાં 33 જીલ્લાઓ આવેલા છે. જેમાંથી માત્ર એક જીલ્લો કોરોના મુક્ત થયો છે અને તે છે ડાંગ. ડાંગમાં અત્યારે એકપણ એક્ટિવ કેસ નથી. આ ઉપરાંત રાજ્યમાં 12 એવા જિલ્લાઓ છે જ્યાં 10 થી ઓછા કેસો મળી આવ્યા છે. જેથી આ જિલ્લઓ કોઇપણ સમયે કોરોનામુક્ત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, 12 જિલ્લાઓમાં10 થી ઓછા એક્ટિવ કેસો જોવા મળ્યા છે છે. આ જિલ્લામઓમાં આણંદ, બોટાદ, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, નર્મદા, પોરબદર, તાપી, ગીર સોમનાથ અને જામનગરનો સમાવેશ થાય છે. ગુજરાત કરતા રાજસ્થાન રિકવરી રેટમાં આગળ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12667 દર્દીઓ રિકવર થયા છે. અને ગુજરાત રાજ્યનો રિકવરી રેટ 68.07 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news