આતંકીઓ ગુજરાતમાં આવીને એવું કૃત્ય કરશે કે હિન્દુસ્તાન હલી જશે- વાંચો ક્યા થઇ આવી વાત

ગુપ્ત એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુજબ, દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ષડયંત્ર કરી રહ્યું છે. પુલવામા પેટર્ન પ્રમાણે સેનાના વાહનો પર 3 વ્હીકલ હુમલો કરવાનું ષડયંત્ર છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આતંકવાદીઓ મોટા પાયે હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓના ફોન ટ્રેસ કર્યા છે. જેમાં આતંકવાદીઓ ફોન ઉપરગુજરાત માં આતંકી હુમલાના ષડયંત્ર પર વાત કરી રહ્યા છે. ફોન ઉપર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ગુજરાત પહોંચી કંઇક મોટું કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.

સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓના ફોન ટ્રેસ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક શખ્સનો સેન્ટ્રલ એજન્સીઓએ ફોન ટ્રેસ કર્યા બાદ ઘટસ્ફોટ થયો છે. ફોનમાં આતંકી એવું બોલતા સંભળાય છે કે, “ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા”

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમલા જેવા મોટા હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર સામે આવ્યા બાદ ગુજરાતમાં પણ આ મામલે એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતનાં મહત્વના સ્થાનોની સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતમાં આતંકવાદી હુમલાનો ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે રજૂ કરેલા અહેવાલમાં પાકિસ્તાને હજારો આતંકવાદીઓને અફઘાનિસ્તાન મોકલવા અંગે ઉલ્લેખ કર્યો છે. સત્તાવાર સૂત્રો અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જાહેરમાં આ વાતની કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *