1 ઓક્ટોબરથી સમગ્ર ભારતમાં લાગુ થશે છે આ નવો નિયમ- નાનાથી લઇને દરેક લોકોને ફરજીયાતપણે કરવો પડશે આ ફેરફાર

ભારત સરકાર દ્વારા હાલમાંજ એક વાહનવયવહાર ને લાગતો નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે. ભારત BS-6 ઉત્સર્જન માનકો ધરાવતા વાહનો ઉપર હવે 1 સેમી લંબાઈની ગ્રીન સ્ટ્રીપ એટલે કે, સ્ટીકર લગાવવી હવે ફરજીયાત થશે. સરકારે એવા વાહનો પર ગ્રીન સ્ટ્રીપને માન્ય કરી દીધું છે. આ આદેશ 1 ઓક્ટોબર 2020થી સમગ્ર દેશભરમાં લાગુ થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી સૂચના મુજબ BS-6 ઉત્સર્જન માનકોનું અનુપાલન કરનારા વાહનોએ હવે ત્રીજા ભાગની રજીસ્ટ્રેશન પ્લેટના ઉપરના ભાગે એક સેમીની લીલા રંગની પટ્ટી ફરજીયાત લગાવવાની રહેશે. મોટર વાહન ઓર્ડર, 2018 માં સંશોધન દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

HSRP 2018ના નિયમમાં થયો ફેરફાર

સરકારે આ વિશે વાત કરતા જણાવ્યું કે, વાહનોની અલગ ઓળખ થઈ શકે તે માટે કંઈક અલગ વ્યવસ્થા હોવી જોઈએ. અન્ય દેશોમાં પણ આવું હોય છે. જેને થર્ડ નંબર પ્લેટ પણ કહેવાય છે. જેને વાહન નિર્માતા દરેક વાહનના વિન્ડશીલ્ડમાં ફિટ કરે છે. જેને વાહન નિર્માણ કરતી કંપનીઓ દરેક વાહનના વિન્ડ શીલ્ડમાં ફીટ કરે છે. મોટર વાહન આદેશ, 2018 માં ફેરફાર સબંધિત આ હુકમ જાહેર કરવામાં આવ્યો છે.

ઈંધણ મુજબ કલર કોડિંગ થશે

સરકારે આ વિશે વાત કરતા જણાવ્યું કે, એચએસઆરપીના અંતર્ગત એક ક્રોમિયમ આધારિત હોલોગ્રામ, નંબર પ્લેટના ડાભા ભાગે આગળ પાછળ બંને બાજુ લગાવામાં આવે છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન પ્લેટ પર નીચે લેફ્ટ સાઈડમાં રિફ્લેટ્કિંટ શીટિંગમાં ઓછામાં ઓછા 10 અંક સાથે પરમેનન્ટ આઈડેન્ટિફિકેશન નંબરની લેસર બ્રીડિંગ પણ રહેવી અનિવાર્ય છે. ત્રીજી નંબરપ્લેટમાં વાહનમાં ઉપયોગ થનાર ઈંધણ મુજબ કલર કોડિંગ પણ થશે. કલર કોડિંગથી પ્રદૂષણ ફેલાવનારા વાહનોની ઓળખ થઈ શકશે. પેટ્રોલ અથવા સીએનજી વાહનો પર હળવા નીલા રંગનું કોડિંગ હશે. જ્યારે ડિઝલ વાહનો પર આ કોડિંગ કેસરી રંગનું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *