નાના ફોદા જેવા નેપાળે ભારત પર ચાલુ કર્યો ગોળીબાર- એક ખેડૂતનું મોત અને આટલા ઘાયલ

ઘણા સમયથી ચાલી રહેલા ભારત-નેપાળની વચ્ચે સીમા વિવાદની વચ્ચે શુક્રવારના રોજ એક અગત્યના સમાચાર આવ્યા છે. નેપાળ તરફથી બિહારની જાનકીનગર બોર્ડર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બે વ્યક્તિઓની સ્થિતિ ખુબ ગંભીર છે. જાનકીનગર બોર્ડર બિહારના સીતામઢી જિલ્લામાં પડે છે.

બિહારના સીતામઢીના સોનબરસા બોર્ડર વિસ્તારમાં જાનકીનગર ગામ આવેલું છે. અહીંયા સીમાની પાસે કેટલાક લોકો ખેતરમાં કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન નેપાળ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં જાનકીનગરના લાલબન્દીના રહેવાસી 25 વર્ષીય ડિકેશ કુમારનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. તમામને સીતામઢીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારત અને નેપાળ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને પગલે ખુબ તણાવ ઉભા થયા છે. 8 મેના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લિપૂલેખથી ધારાચૂલ સુધી બનાવવામાં આવેલા રસ્તાનું ઉદઘાટન કર્યું હતું. પછીથી નેપાળે લિપૂલેખને તેનો હિસ્સો ગણાવીને વિરોધ પ્રદશિત કર્યો હતો. 18 મેના રોજ નેપાળે નવો નકશો બહાર પાડ્યો હતો. જેમાં ભારતના ત્રણ વિસ્તાર લિપૂલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને તેના ભાગમાં દર્શાવ્યા છે. નેપાળ નવા નકશાને તેના બંધારણમાં સામેલ કરવા જઈ રહ્યું છે. બીજી તરફ ભારતે સ્પષ્ટતા કરી છે કે નેપાળનો દાવો ઈતિહાસિક પુરાવા પર આધારિત નથી.

ભારત અને નેપાળની વચ્ચેની સીમા સુરક્ષાની જવાબદારી સહશસ્ત્ર સીમા બળની છે. શુક્રવારની ઘટના પર SSB(સહશસ્ત્ર સીમા બળ)ના આઈજી(બિહાર સેકટર)એ જણાવતા કહ્યું હતું કે, બિહારમાં આવેલા સીતામઢીમાં ગોળીબારના સમાચાર છે. આ વિસ્તાર નેપાળની સીમાને અડીને આવેલો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ફાયરિંગ નેપાળ તરફથી કરવામાં આવ્યું છે. અને તેમાં એક યુવક ખેડૂતનું મોત અને બાકીનાને ઘાયલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *