હવે તો વિશ્વબેંકે સાબિત કરી બતાવ્યું કે “નરેન્દ્ર મોદી સૌથી વધુ કરજ(TAX) લેનારા પ્રધાનમંત્રી છે”

વિશ્વ બેંકે મોટો ખુલાસો કર્યો છે કે, નરેન્દ્ર મોદી આઝાદી બાદ સૌથી વધુ કરજ લેનારા પ્રથમ વડાપ્રધાન છે. આઝાદી બાદ પહેલી વાર પીએમ મોદીએ વિશ્વ બેંક પાસેથી સૌથી વધુ કરજ લીધું છે. ભાજપના આઇટી સેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ ચાર વર્ષમાં વિશ્વ બેંક પાસેથી એક રૂપિયાનું પણ કરજ લીધું નથી. સોશિયલ મીડિયા પર ભલે જ ચીસો પાડીને લોકો કહે કે, ભારત દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, વિદેશી કરજ વગર ભારતનો વિકાસ શક્ય નથી. સરકાર ગમે તે હોય, વડાપ્રધાન પણ ગમે તે હોય, તેમને દર વર્ષે અને કોઇપણ પરિસ્થિતિમાં વિદેશ અને ખાસ કરીને વિશ્વ બેંક પાસેથી કરજ લેવું જ પડે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં લખ્યું છે કે, મનમોહનસિંઘ અને સોનિયા ગાંધીએ વિશ્વ બેંક પાસેથી લોન લઇને પોતાના ખિસ્સાં ભરી લીધાં. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, તેમણે વિશ્વ બેંક પાસેથી કોઇ લોન લીધી નથી પરંતુ જ્યારે આની તપાસ કરવામાં આવી તો, જાણવા મળ્યું કે આ માત્ર એક અફવા અને જૂઠ્ઠાણું છે.

જો વિશ્વાસ ન હોય તો ગૂગલ ખોલીને અંગ્રેજીમાં સર્ચ કરો ‘વર્લ્ડ બેંક લોન ટુ ઇન્ડિયા’. પહેલું જ લિંક વિશ્વ બેંકની સત્તાવાર વેબસાઇટનું આવશે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ભારત અને વિશ્વ બેંક વચ્ચે ચાલુ વર્ષે ૨૦૧૮ની બીજી ફેબ્રુઆરીએ એક કરાર થયો છે. આ કરાર હેઠળ વિશ્વ બેંકે ભારતને વારાણસીથી હલ્દીયા વચ્ચે ૧૩૬૦ કિલોમીટરનો જળમાર્ગ બનાવવા માટે 37.5 કરોડ ડોલર એટલે કે, લગભગ 251 અબજ રૂપિયાની લોન આપી છે. આ કરાર પર ભારત તરફથી નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના જોઇન્ટ સેક્રેટરી સમીર કુમાર ખરે, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના વાઇસ ચેરમેન પ્રવીર પાંડેય અને ભારતમાં વિશ્વ બેંકના ડિરેક્ટર જુનૈદ એહમદે હસ્તાક્ષર કર્યા છે. તે ઉપરાંત પણ મોદી સરકારે વિશ્વ બેંક પાસેથી લોનો લીધી છે.

જાણો ભારતે ક્યારે કેટલી લોન લીધી ?

વર્ષ                                લોનની રકમ                                     લોનનો હેતુ

23 જાન્યુ 2018                ૧૨ કરોડ ડોલર (૮ અબજ રૂપિયા)            ઉત્તરાખંડમાં પાણી માટે

31 જાન્યુ 2018                ૧૦ કરોડ ડોલર (૬.૫ અબજ રૂપિયા)          તમિલનાડુમાં ગામ સુધારણા માટે

24 એપ્રિલ 2018              ૨૧ કરોડ ડોલર (૧૪ અબજ રૂપિયા)            મધ્નાયપ્રદેશ ગામડાના રોડ માટે

એપ્રિલ 2018                  ૧૨.૫ કરોડ ડોલર (૮.૩૬ અબજ રૂપિયા)       દવા બનાવા-ગુણવત્તા સુધારવા

8 મે 2018                    ૨૦ કરોડ ડોલર (૧૩.૫ અબજ રૂપિયા)          રાષ્ટ્રીય કુપોષણ મિશન માટે

29 મે 2018                   ૨.૧૭ કરોડ ડોલર (૧.૫ અબજ રૂપિયા)         રાજસ્થાન માટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *