ભોજન પછી કે ભોજન દરમિયાન પાણી પીવું એ ઝેર સમાન છે. ઓછામાં ઓછા દોઢ કલાક પછી પાણી પીવું જોઈએ. ખેડૂત અને મજૂરો એ એક કલાક પછી પાણી પીવું જોઈએ. જાનવરોના શરીરમાં ચાર કલાક સુધી જઠર અગ્નિ ના પ્રભાવમાં હોય છે. જેના કારણે જાનવરોએ ચાર કલાક પછી પાણી પીવું જોઈએ. પહાડી ક્ષેત્રમાં અગ્નિ ની અસર બે થી અઢી કલાક સુધી રહે છે. જેના કારણે પહાડી ક્ષેત્રમાં રહેતા લોકોએ થી અઢી કલાક પછી પાણી પીવું જોઈએ. ભોજનથી પહેલા 40 મિનિટ પહેલા પાણી પી લેવું જોઈએ.
સવારે ઉઠતા જ દાંત અને મોં ધોયા પહેલા પાણી પી લેવું જોઈએ.
જો તમારા ભોજનમાં બે વાનગી હોય તો પહેલી વાનગીની સમાપ્તિ કાર્ય બાદ અને બીજી વાનગી ની શરૂઆત કરતા પહેલા એક ઘૂંટડો પાણી પી લેવું જોઈએ .ભોજનના અંતમાં ગળુ સાફ કરવા માટે એક અથવા બે ઘૂંટડા પાણી પીવું જોઈએ.
ભોજનના અંતમાં સૌથી સારી વાનગી મીઠી છાશ છે. તેને પીવા માટે સાચો સમય બપોરના ભોજન પછી છે. બીજી સૌથી સારી વસ્તુ છે. દૂધ જેને સાંજે જમીને પી શકાય છે. સ્ત્રી માટે સૌથી સારી વસ્તુ છે મોસંબીનો ફળ ના રસ જેનો સાચ સમય છે સવાર ના ભજન પછી પીવો જોઈએ. જે બાળકો માના દૂધ પર નિર્ભર છે તેના માટે આ નિયમ આધારિત નથી.
પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. આપણા શરીરમાં ભોજન પચાવવા માટે અગ્નિ હોય છે. અને અગ્નિને તીવ્ર કરવા માટે અમ્લ હોય છે. જે મોઢામાં બને છે. એટલા માટે પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ.
પાણી ઘૂંટડે ઘૂંટડે પીવાથી લાળ વધારે માત્રામાં પેટમાં જાય છે. તે અગ્નિને ને શાંત કરવા માટે મદદરૂપ થાય છે. જેનાથી આપણું પેટ શાંત રહે છે. બધા જાનવર પશુ પક્ષી ઘૂંટડે ઘૂંટડે કે ચાટી ચાટીને પાણી પીવે છે.જેનાથી તે મનુષ્ય થી વધારે સ્વસ્થ રહે છે. પાણી ઘૂંટડે ઘૂંટડે પીવાથી વજન નથી વધતો, એટલે કે શરીરની બનાવટ હિસાબથી જે સંતુલિત રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news