અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના પાટહીના રહેવાસી કુંદન કુમારે સીજેએમ કોર્ટમાં અરજી કરી છે. તેણે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતી હોવાનો આરોપ લગાવ્યા છે. જે અરજીની સુનાવણી 24 જૂને થશે. રિયા ડિપ્રેશનને કારણે સુશાંતને ફોન કરીને આત્મહત્યા કરી ઉશ્કેરતી હતી. કુંદન કુમારે આરોપ લગાવ્યો કે સુશાંતનું મોત રિયા ચક્રવર્તીને કારણે થયું હતું.
કુંદન કુમારે આરોપ લગાવ્યો છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને તેના પ્રેમમાં ફસાવ્યો હતો. સુશાંતની સહાયથી તેની કારકીર્દિને ફાયદો થયો, જ્યારે તેનું કાર્ય પૂર્ણ થયું ત્યારે તેણે સુશાંતનું આર્થિક અને માનસિક શોષણ કરવાનું શરૂ કર્યું. રિયાની વર્તણૂક પરિવર્તનથી સુશાંત ચોંકી ગયો હતો, ત્યારબાદ તેણે મુંબઈના બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી.
કુંદને વધુમાં કહ્યું કે, સુશાંતે રિયા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. આ દરમિયાન રિયાએ સુશાંત સાથેના તેના સંબંધોનો અંત કર્યો. રિયા સુશાંતને ફોન કરી આત્મહત્યા માટે ઉશ્કેરતી હતી અને હતાશામાં આવીને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. કુંદને આઈપીસીની કલમ 306 અને 420 હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ પહેલા સ્થાનિક વકીલ સુધીર કુમારે સલમાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી અને એકતા કપૂર વિરુદ્ધ અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news