આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. જેથી આજો જાણી લો તેના અઢળક લાભ.બેક્ટેરીયાને ખતમ કરે છે
કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ.
થાયરોઈડ ગ્રંથિની કાર્યપ્રણાલિને નિયંત્રિત કરે છે
નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ.
સાંધાના વા, દુઃખાવા અને સોજાને દૂર કરે છે
સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે. તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દુર કરે છે.
ત્વચાને સ્વસ્થ બનાવે છે
તાંબાના વાસણમાં રાખેલું પાણી ત્વચાને ચમકદાર બનાવે છે. ત્વચાને શાઈની બનાવવા માટે સવારમાં ઉઠીને તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીઓ અને સ્વસ્થ રહો. આ સિવાય તમે આ પાણીથી આંખો પર છાલક પણ મારી શકો અને તેનાથી મોઢુ પણ ધોવું જોઈએ. ત્વચાની સમસ્યાઓ મટી જશે.
પાચનક્રિયાને ઠીક કરે છે
એસીડીટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે . આયુર્વેદ અનુસાર જો તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોય તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણીને પીઓ. તેનાથી સમસ્યાઓ દુર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news