થોડા સમય પહેલા સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. હજુ પણ કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે રાજ્યભરની તમામ શાળા-કોલેજો બંધ છે. જેના કારણે શાળા-કોલેજો દ્વારા છાત્રોને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે અને દરરોજ ગૃહકાર્ય પણ આપવામાં આવે છે. જોકે, ઓનલાઇન શિક્ષણ શરુ થવાથી મોટા ભાગના વાલીઓમાં પહેલેથી જ વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે એક ચોંકાવનારી ઘટના રાજકોટ માંથી સામે આવી છે.
રાજકોટના મવડીની ગીરનાર સોસાયટીમાંથી સામે આવી છે છે. સોરઠીયા પ્રજાપતિ પરિવારની ધોરણ-8માં અભ્યાસ કરતી એકની એક લાડકવાયી દીકરી ખુશીએ પોતાને ઓનલાઇન અભ્યાસમાં અપાયેલુ લેશન કરવું ગમતું ન હોય ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મવડી 40 ફુટ રોડ ધરમનગર પાસે ગિરનાર સોસાયટી-5માં રહેતા રોહિતભાઇ શિંગડીયાની 12વર્ષની દીકરીએ રૂમ બંધ કરી પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.
ખુશીના પિતા રોહિતભાઇ શિંગડીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેઓ ઘર નજીક જ ઓમ શાંતિ નામે ગેરેજ ચલાવે છે અને ગાડી લે-વેંચનું કામ કરે છે. તેને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે. જેમાં આપઘાત કરનાર ખુશી મોટી હતી. તે ઘર નજીક જયકિશન સ્કૂલમાં ધોરણ-7માં ભણતી હતી અને આ વર્ષે 8 મા ધોરણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં લોકડાઉનને કારણે હજુ શાળા શરૂ થઇ ન હોય ઓનલાઇન શિક્ષણ અપાતું હતું. દરરોજ ઓનલાઇન હોમવર્ક પણ આપવામાં આવતું હતું.
ખુશીને તેના મમ્મી નિતાબેને આજે સવારે શાળા તરફથી લેશન અપાયું હોય તે પૂરૂ કરી લેવા કહ્યું હતું. પરંતુ તેણે લેશન કરવું ગમતું નથી તેમ કહીને તે રૂમમાં જતી રહી હતી અને બાદમાં રૂમમાં જ આવેલા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. ઘણા સમય સુધી રૂમ બંધ રહેતા મમ્મી નિતાબેને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાના કારણે બાજુના રૂમની બારીમાંથી જોતાં દીકરી લટકતી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news