પંચમહાલ જિલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. પંચમહાલના શહેરામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. નગરપાલિકાની ટીમે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જૂની GEB ઓફિસ પાસેની સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેલ, દૂધ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી. રહેણાંક મકાન અને કનૈયા ડેરીને સીલ મરાયું હતું.
વિગતે વાત કરીએ તો શહેરા નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટરને બાતમી મળી હતી કે, જૂની જીઇબી ઓફિસ પાસે આવેલા સોસાયટીના મકાનમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેને આધારે પાલિકાની ટીમે રેડ પાડતા નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પાલિકાની ટીમે સ્થળ ઉપરથી તેલ અને દૂધ સહિતનો સામાન જપ્ત કર્યો હતો અને નગરપાલિકાએ રહેણાંક મકાન અને કનૈયા દૂધ ડેરીને સીલ માર્યું છે. આ મામલે વધુ તપાસમાં હાથ ધરી છે.
અમીર હોય કે ગરીબ દુધની જરૂરિયાત સૌના માટે ઊભી થાય છે. દુધને પૌષ્ટીક આહાર પણ કહેવામા આવે છે. શહેરા નગરની જુની જીઇબી ઓફિસ પાસેની સોસાયટીના મકાનમા યુરિયાખાતર અને તેલ દ્રારા નકલી દૂધ બનાવાઇ રહ્યુ છે. આર્થિક લાભ ખાટવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની બાતમી સેનેટરી ઇન્સ્પેકટર જીતેન્દ્ર રાઠોડને મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news