અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, હાલના સમયમાં કોરોનાના કારણે મંદીનો માહોલ ઉભો થયો છે અને લોકો પાસે પૈસા ના હોવાથી આવા કામો કરવા પણ પ્રેરિત થતા હોય છે, હાલ પણ સુરતમાં એક એવી જ ઘટના સામે આવી છે જેને જાણી તમે ચોકી જશો.
15 દિવસ નોકરી કર્યા બાદ કારીગરે નવો ફોન લેવા માટે વેપારી પાસે રૂપિયાની માંગણી કરી પરંતુ વેપારીએ જોબ વર્કના રૂપિયા આવે પછી રૂપિયા આપવાનું કહ્યું. આ પહેલા જ કારીગરે તેના બે મિત્રો સાથે ટેમ્પો લાવીને કારખાનામાંથી 2.63 લાખ રૂપિયાની 850 સાડીઓ ચોરી કરી ભાગી ગયો હતો.
મોટા વરાછા શ્રી રેસીડન્સીમાં રહેતા અને સાડીઓમાં જોબ વર્કનું કામ કરતા બાદલભાઈ ધીરૂભાઈ સરધારાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની નોધણી કરાવી છે. પુણા ગામમાં લક્ષ્મીનગર સોસાયટીમાં તેમનું ખાતું આવેલું છે. આ ખાતામાં લોકાડાઉન પહેલા છેલ્લા એક અઠવાડિયાથી આ કારીગર કામ કરતો હતો. કોરોનામાં ચાલી રહેલા લોક્ડાઉનના કારણે ધંધામાં મંદી હોવાથી વેપારીએ કારીગરનો 12,000 પગાર હતો.જેમાંથી રૂ.2 હજારનો ઘટાડો કરી નાખ્યો હતો.
20મી જુને કારીગર રોજની જેમ જ નોકરીએ આવ્યો અને બપોર પછી તેણે તેના મિત્રો સાથે મળીને ચોરી ને સફળતા આપી હતી. પુણા પોલીસે સીસીટીવી રેકોર્ડીંગના આધારે ત્રણેયને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news