કોરોના વાયરસ જેવી મહામુશ્કેલીની વચ્ચે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને LTA ક્લેમ પર મોટી રાહત આપવામાં આવી છે. સરકારે નિર્ણય લીધો છે કે, હવે કર્મચારીઓને LTA માટે અરજી કરતા બોર્ડિંગ પાસ આપવું જરૂરી નથી. આ નિર્ણય લીધા બાદ કર્મચારીઓને સેલ્ફ ડિક્લયરેશન આપવુ પડશે અને ત્યારબાદ કર્મચારીઓને LTAના પૈસા મળી જશે.નિર્ણય પહેલા LTA ક્લેમની સાથે કર્મચારીને બોર્ડિંગ પાસ આપવો પડતો હતો અને ત્યારબાદ જ ક્લેમને માન્યતા આપવામાં આવતી હતી.
સાથે જ બોર્ડરથી સટે એરિયામાં માર્ગ બનાવવાના કામમાં લાગેલ કર્મચારીઓને પણ મોદી સરકારે ભેટ આપી છે. આ બોર્ડેર પરના વિસ્તારમાં કામ કરી રહેલા કર્મચારીઓના વેતનમાં 100-170 % સુધીનો વધારો કરી આપ્યો છે. આ વધારો તેમની માટે કરવામાં આવ્યો છે, જે માર્ગ નિર્માણના કામમાં લાગેલા છે.
કેન્દ્ર સરકારે પોતાના અધિકારીઓ અને મજુરોને મોટી રાહત આપી છે. ઓફિસના કામથી થતી ટૂર અને LTA ની રકમ ક્લેમ કરતા સમયે હવે તેમને વિમાનનો બોર્ડિંગ પાસ આપવો જરૂરિયાત નહી રહે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ પ્રકારના કોઈપણ ક્લેમ માટે બોર્ડિંગ પાસ કે જેમા સિક્યોરિટી ચેકનુ સ્ટેંપ લાગેલુ હોય તે A/C ઓફિસમાં જમા કરવામાં આવતું હતુ.
કેન્દ્રિય નાણામંત્રી એ વ્યવ્સાય આદેશ બહાર પાડી જણાવતા કહ્યું છે કે LTA ના ક્લેમના ક્રમમાં અરજીની સાથે ફિજિકલ ફોર્મમાં બોર્ડિંગ પાસ લગાવવો જરૂરી નથી. હવે કર્મચારી માત્ર એક સેલ્ફ ડિક્લરેશન સર્ટિફિકેટ લગાવી દેશે કે, તેમણે આ યાત્રા કરી છે અને ફોર્મમાં જરૂરી જાણકારી પૂરી પાડશે. બસ તેનાથી કામ ચાલી જશે.
નાણા મંત્રીના વ્યવ્સાય વિભાગે સ્પષ્ટ કર્યુ છે કે, જો કોઈ સરકારી કર્મચારી અથવા તો કોઈ અધિકારી અંડર સેક્રેટરીથી નીચે બોર્ડિંગ પાસ નહી આપે તો, તે આ ફોર્મને ભરી પોતાના કંટ્રોલિંગ ઓફિસર પાસે સહી કરાવીને જમા કરી લેશે.
અત્યાર સુધી ક્લેમ માટે બોર્ડિંગ પાસ જમા કરવુ એટલા માટે અનિવાર્ય રાખવામા આવ્યુ હતુ કે, કોઈ જો યાત્રા પર ક્લેમ ન લે. જોકે, કેટલાક લોકોનુ માનવું છે કે, આ નિયમથી Fraud Scam ને વેગ મળશે. તેના પર નાણામંત્રાલય ના એક અધિકારીનુ કહેવુ છે કે, તેનાથી Fraud Scam વેગ મળશે નહી. વર્તમાન સમયમાં ટેકનોલોજી એટલી વિકસી ગઈ છે કે, કોઈ PNR ને વેરીફાઈ કરવુ હવે ખુબ સરળ થઈ ગયુ છે. તેનાથી તે માહિતી મળી જશે કે, ફલાણા PNRવાળા વ્યક્તિએ યાત્રા કરી છે કે, નહી.
આગળ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, ખોટો સ્કેમ કરનાર વ્યક્તિની ભૂલ પકડાઈ જાય તો, તેનાથી સંબંધિત વ્યક્તિની નોકરી ચાલી જાય છે. તેથી કેટલાક હજાર રૂપિયાના ખોટા કામ માટે કોઈપણ કર્મચારી પોતાની નોકરીને દાવ પર લગાવશે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news