હાલમાં દેશભરમાં દેશવાસીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની સોશિયલ મીડીયામાં વાતો થઇ રહી છે. હવે ભાજપના નેતાઓ કોંગ્રેસ ચીનનું ભાગીદાર છે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે એક જૂની વાત ચોક્કસ ગુજરાતીઓએ જાણવી જોઈએ.
૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. તે જ સમયે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ ખુબ થયા હતા. પરંતુ ભાજપને જીત હાથ લાગી હતી.
Everytime you see a #BJP sticker or any election stuff, remember it is #MadeInChina.Shame on #BJP for promoting #China. pic.twitter.com/7ANmAWiFKQ
— Shaktisinh Gohil (@shaktisinhgohil) October 28, 2017
ગોહિલે દાવો કર્યો હતો કે, “મેડ ઇન ચાઇનાની 94 lakh લાખની ચૂંટણી સામગ્રી આવી છે. તે અમદાવાદની શાર્પલાઇન પ્રિન્ટ કંપનીના સપન સુરેન્દ્ર પટેલ દ્વારા આયાત કરાઈ છે. શાર્પલાઈન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચીનના ઝીજિયાંગ પ્રાંતમાંથી યીવુ જ્યુરુન પાસેથી ભાજપ દ્વારા મંગાવેલ સામગ્રી આયાત કરવામાં આવી છે.”
પરંતુ તે પ્રચાર દરમ્યાન ભાજપ પક્ષ દ્વારા ચાઇનીઝ માલ બનાવડાવીને ભાજપનું પ્રચાર સાહિત્ય ચાઈનાથી લવાયું હોવાનો દાવો થયો હતો. કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ચાઇનીઝ માલ દ્વારા પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટર પર બીલની તસવીરો મૂકીને ભાજપ પર ચાઇનીઝ માલ દ્વારા પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં તેમણે ભાજપ ઉપર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા અને મીડિયા પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. શક્તિસિંહ કહે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઓર્ડર કરાયેલા ચાઇનીઝ માલ આયાત થયો છે. શક્તિસિંહે કહ્યું હતું કે ભાજપ ઈચ્છતો નથી કે મીડિયા તેમની પાર્ટીના ચીન પ્રત્યેના પ્રેમનો ખુલાસો દરેકને કરે. અમે ભાજપના ચાઇના પ્રત્યેના પ્રેમ પ્રત્યેક સુધી પહોંચાવીશું. ગુજરાતની ચૂંટણી માટે ભાજપે ચીનમાંથી સામગ્રી આયાત કરી છે. ‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news