ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લાની બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યાં છે.અહીંયાં મગજના તાવથી પીડાયેલ એક બાળકને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તેનું મોત નિપજ્યું હતું.તેનાં પરિવારજનોએ બાળકના મૃત્યુ બાદ ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.આ અંગે સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવતાં કહ્યું હતું કે,બાળકની પરીસ્તીથી ગંભીર હતી.જેના કારણે તેનું મોત નીપજ્યું.કોઈ પ્રકારની બેદરકારી રાખવામાં આવી નથી.
મિશ્રીપુર ગામમાં રહેતાં પ્રેમચંદના 1 વર્ષનાં પુત્ર અનુજને થોડાં દિવસોથી તાવ આવતો હતો.તાવના લીધે હાલત બગડી તો પરિવારજનો તે બાળકને લઈને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા.થોડાં સમય સુધી બાળકને લઈને તેઓ આમતેમ રખડતાં રહ્યા,ત્યારબાદ તેને ઈમરજન્સીમાં લઈને ગયા.બાળકની હાલત ગંભીર હોવાના કારણે ડૉ. વિ.કે. શુક્લાએ તપાસ બાદ બાળકોના ડૉક્ટર PM યાદવ પાસે મોકલ્યા,પરંતુ ઘણા સમયથી સારવાર ન મળવાનાં લીધે બાળકનું મોત નિપજ્યું હતું.
બાળકનું મૃત્યુ થવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો દીધો હતો.પ્રેમચંદે જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરો પર આરોપ લગાવ્યો છે,કે તેના બાળકની સારવારમાં બેદરકારી રાખવામાં આવી હતી,જેના કારણે બાળકનું મોત નિપજ્યું હતું. 1 કલાક સુધી હોબાળો થયાં બાદ આ વાતની જાણકારી CMSને થઈ તો તેમણે પરિવારજનોને મનાવીને લાશ સાથે લઈને ઘરે મોકલી આપ્યાં.
CMS ડૉ. યુસી ચતુર્વેદીએ જણાવતાં કહ્યું હતું કે,‘બાળકને પહેલેથી જ ઈમરજન્સી સારવાર આપી દેવામાં આવી હતી. મગજનો તાવ હોવાથી ડૉ.P.M.યાદવે પણ જોયું.પ્રાથમિક સારવારમાં જેટલું શક્ય હતું,એ બધુ જ કરી દેવામાં આવ્યું હતું.પરંતુ,બાળક બચી શક્યું નહિ.બાળકની સારવારમાં કોઈપણ રીતની બેદરકારી નથી રાખવામાં આવી.
બાળકના મૃત્યુથી દુ:ખી પિતાનું જણાવવું છે,કે તેના દીકરાને તાવ અને ગળામાં સોજો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી અને કાનપુરમાં કોઈ મોટી હોસ્પિટલમાં લઈને જવા કહ્યું. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું
ત્યારબાદ બાળકને ઇમરજન્સી રૂમમાં તપાસ માટે લઈ જવામાં આવ્યું. પ્રેમચંદનું કહેવું છે કે જિલ્લા હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરો તેના બાળકની સારવાર કરવા તૈયાર નહોતા. તેઓ કહી રહ્યા હતા કે, બાળકને સારવાર માટે કાનપુર લઈ જાઓ. તેથી તેઓ બહાર પરેશાન થઈને ફરી રહ્યા હતા. ત્યારે કેટલાક મીડિયાવાળા આવી ગયા. ત્યારબાદ ડૉક્ટરોએ બાળકને એડમિટ કર્યું, પરંતુ તરત જ તેનું મોત થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news