લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.5 મપાયું છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, સવારે 11 વાગ્યે કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેનું કેન્દ્ર કારગિલથી પશ્ચિમ દિશામાં 119 કિલોમીટર દૂર છે.
લદાખમાં ભૂકંપના આંચકા બાદ થોડા સમય પછી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ આંચકા અનુભવાયા છે. બપોરે 2 વાગ્યે આવેલા આ ભુકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. અત્યારે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર મળી રહ્યા નથી.
આ પહેલા 1 જુલાઇએ જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કિશ્તવાડમાં જ રહ્યું. મંગળવારે મોડી રાત્રે 11:32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડોડા જિલ્લામાં પણ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 રહી છે.
Earthquake of magnitude 4.5 on the Richter scale struck 119 km North-Northwest of Kargil, Ladakh at 13:11 hours today: National Center for Seismology pic.twitter.com/iawf6KMvJe
— ANI (@ANI) July 2, 2020
ભૂકંપના આંચકા બાદ મોડી રાત્રે લોકો ઘરની બહાર નીકળ્યા હતા. જોકે, આ ભૂકંપમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર હાલમાં મળ્યા નથી. એ જ સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપ 4.0 ની તીવ્રતાનો હતો. આંચકો સવારે 8.45 વાગ્યે અનુભવાયો હતો.
26 જૂને હરિયાણા અને લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 26 જૂનના રોજ હરિયાણાના રોહતક અને આસપાસના વિસ્તારોમાં 2.8 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે મોડી સાંજે, લદાખમાં પણ 4.5 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
26 જૂને સાંજે 8.15 કલાકે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લદાખમાં જ રહ્યું. ભૂકંપના આંચકા જમીનની 25 કિ.મી.ની ઊંડાઈથી અનુભવાયા હતા. લદાખમાં ભૂકંપની તીવ્રતા 4.5 ની તીવ્રતા હતી.તેમજ બપોરના 3..32૨ વાગ્યે હરિયાણાના રોહતક અને આસપાસના વિસ્તારમાં પણ આંચકા અનુભવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news