ગુજરાત: ચોરે એક પણ તાળું તોડ્યા વગર ઘરમાં ઘૂસીને કરી લીધી લાખોની ચોરી- પોલીસ પણ આઘાતમાં છે…

તમે, હોલિવુડ ફિલ્મોમા કદાચ એવા સીન જોયા હશે કે,જ્યાં એક પણ તાળુ તોડ્યા વિના ચોરીને સફળતા આપવામાં આવે છે.આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં આવેલ…

તમે, હોલિવુડ ફિલ્મોમા કદાચ એવા સીન જોયા હશે કે,જ્યાં એક પણ તાળુ તોડ્યા વિના ચોરીને સફળતા આપવામાં આવે છે.આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં આવેલ સરદારનગર વિસ્તારમાં બની છે.જ્યાં મકાન,તિજોરી કે દરવાજાનુ તાળુ તોડ્યા કે કાપ્યા વિના જ રૂ.52,40,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. જો,કે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ થતાં પોલીસે ચોરને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરદાર નગરમાં આવેલ G-વોર્ડમા રહેતા ઉત્તમચંદ ગોલાણીના ઘરની તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર પડ્યો હતો.આ દ્રશ્યો અંહિયા કોઈ બનાવ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા.જે બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી છે.જો ફરિયાદની જાણકારી મુજબ તો.ઉત્તમચંદ ગોલાણી એ નિવૃત શિક્ષક છે.અને તેમણે પોતાના દિકરાની માટે મકાન ખરીદવા જુદી-જુદી રીતે કુલ રૂ.50 લાખ રોકડા ભેગાં કર્યા હતા,અને રૂ.2.40 લાખના દાગીના તેમણે તિજોરીના લોકરમાં મુક્યા હતા.જે બધાં દાગીના અને રોકડની ચોરી થતાં જ પોલીસે ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના CCTV કેમેરામા કેદ થઇ ગઇ હતી.જેમાથી 2 આરોપી ઉત્તમચંદ ગોલાણીના ઘરમાં ચોરી કરી ચુક્યા છે.પરંતુ તેઓએ બાજુના મકાનની છત પર ચડીને ફરિયાદીના ઘરમા પ્રવેશ કરે છે,અને માત્ર તે જ રૂમમા આવે છે,કે જ્યાં તિજોરી મુકવામાં આવી છે,અને તે તિજોરીની ચાવી લઈને તિજોરીનુ તાળું ખોલીને,તેમાથી રોકડ રૂ.50 લાખ અને 2.40 લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જાય છે.પરંતુ ચોરી માટે તેઓએ એકપણ તાળુ તોડતા નથી.કોઈ દરવાજો પણ તોડતા નથી,અને જે રૂમમા ફરિયાદ કરનાર સુઈ રહ્યા છે.એ જ રૂમમા ચોરી કરીને ભાગી જાય છે.અને પરિવારની નજર પણ લાગતી નથી.

ફિલ્મી સ્ટાઇલથી થયેલી આ ચોરી બાબતે પોલીસ પણ અસમંજસમા મુકાઈ ગઈ છે.આખરે ચોરી થઈ છે,કે કેમ અને સીસીટીવીમાં નજરે આવી રહેલા 2 યુવકો કોણ છે,અને ચોરીમાં તેમની શુ સંડોવણી છે.આ જોતાં પોલીસની કાર્યવાહીમાં શું સામે આવે છે,અને ચોરી મામલે શુ નવો ખુલાસો થાય છે.તે જોવુ અગત્યનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *