‘તેરી સુરત ના હો જીસમે’ ટીકટોક વિડીયો બનાવી દોઢ લાખ ફોલોઅર્સ ધરાવતી ગોંડલની યુવતીનો આપઘાત

ગોંડલના દેરડી કુંભાજી ખાતે કૃષિકા વ્યાસ નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સમાચાર મળતા…

ગોંડલના દેરડી કુંભાજી ખાતે કૃષિકા વ્યાસ નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સમાચાર મળતા ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આપઘાત પાછળના કારણ અંગે વધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

કૃષિકા બે બહેન, એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. પરિવારમાં કૃષિકા મોટી હતી અને tiktok માં દોઢ લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી હતી. ગળેફાંસો કરતા પહેલા પણ તેને સેડ સોંગ અપલોડ કર્યા હતા. માતા-પિતાને ભરણપોષણ અંગે ઝઘડો ચાલતો હોવાથી પરિવાર તેના પિતાથી અલગ રહેતો હતો.

દરમિયાન આશાસ્પદ યુવતીએ અકાળે મોત મીઠું કરી લેતા પરિવાર શોક મગ્ન બન્યો હતો. તુમ્હે ના હો પસંદ ઉસકો દુબારા હમ ન દેખેંગે, તેરી સુરત ના હો જીસમે વો જમાના હમ છોડ દેન્ગે..ગીત ટિકટોકમાં અપલોડ કરી આત્મહત્યા કરી હતી.

કૃષિકાએ થોડા દિવસ પહેલા પોતાના ટિકટોક વીડિયો બનાવ્યા હતા. આવા જ એક વીડિયોમાં કૃષિકા કહી રહી છે કે, “ઘણા દિવસ પછી ટિકટોક પર પાંચ વીડિયો બનાવ્યા છે. કોઈ તો મારું આઇડી ચેક કરો.”

વધુ એક TikTok વીડિયોમાં કૃષિકા એક ડાયલોગ પર અભિયન કહી રહી છે. “તેરા દીયા હુઆ જખ્મ મુજે કામ આ ગયા. ભરી મહેફિલ મેં મેને બેવફા કહા ઔર સબકી લબો પે તૈરા નામ આ ગયા.” વધુ એક ટિકટોક વીડિયોમાં કૃષિકા એક બોલિવૂડ ગીત “અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે…” સોંગ પર એક્ટિંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *