બાળકોને ઘરે એકલા મુકીને બહાર જતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.

ગુજરાતમાં આવેલ અમદાવાદના વેજલપુરમાં 15 વર્ષના યુવકે એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ આ ઘટનામાં ઉંડાણપૂર્વક જઈને તપાસ કરી રહી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં એક સગીરા રહેતી હતી, સગીરા જ્યારે ઘરે એકલી હતી.

ત્યારે તેના એપાર્ટમેન્ટમાં રહેતો અન્ય એક કિશોર તેના ઘરે ગયો હતો અને સગીરાને રમવાના બહાને ધાબે બોલાવીને ઉપર લઈ ગયો હતો. પરંતુ આ સગીર કિશોર રમવાની નહિ પણ કંઈક અલગ જ કાર્ય કરવાની અપેક્ષા મનમાં રાખીને આવ્યો હતો. જેથી સગીરાને ધાબા પર લઇ જઈને 15 વર્ષના આ સગીરે પહેલા 13 વર્ષની સગીરાને પોતે ખુબ જ પ્રેમ કરે છે તેવી વાત કરી હતી અને ત્યારબાદ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર, 13 વર્ષની સગીરા છેલ્લા 5 મહિનાથી જ અમદાવાદમાં તેના માતા પિતા પાસે આવી હતી. જોકે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બંગલામાં કામ કરતા સગીરાના માતા-પિતા ઘરે કામ પરથી પરત આવતા પાડોશીઓએ સગીરા બપોરના બે કલાક બાજુમાં રહેતા સગીર કિશોર સાથે ધાબા પર ગઈ હોવાની જાણ કરી હતી. સગીરાની માતાએ શાંતિ પૂર્વક તેને સાથે વાત કરતા સગીરા ભાંગી પડી હતી અને તેણે માતાની સમગ્ર હકીકત જણાવી હતી.

સગીરાની માતાએ શાંતિ પૂર્વક તેને સાથે વાત કરતા સગીરાએ સમગ્ર ઘટનાની જાણ માતાને કરી હતી. 13 વર્ષની સગીરાની હકીકત જાણ્યા પછી માતા હેબતાઈ ગઈ હતી. અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય સગીરે પોતાની દીકરી પર કરેલા દુષ્કર્મની ફરિયાદ જાણીને અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *