સુરતની “લેડી ડોન” ફરી ચર્ચામાં- “તું મારી નઈ તો કોઈની જ નઈ”, બેવફા ભૂરી માટે આ વ્યક્તિએ કર્યો મોટો હંગામો

સુરત શહેરમાં વરાછામાં લુખ્ખાગીરી કરી અને ‘લેડી ડોન’ તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી હાલ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવી ઘટના સર્જાઈ હતી. સુત્રોએ જણાવ્યું છે કે, ભુરીએ પ્રેમી ભુરાની સાથે પ્રેમ સંબંધ તોડીને પોતાની જ ગ્રુપના રાહુલની સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે.ગઈકાલે જ તેણે ખૂબ હોબાળો મચાવ્યો હતો.

વરાછા વિસ્તારમાં જાહેરમાં જ ટપોરીગીરી કરતી અસ્મિતા એટલે કે ભૂરીએ જૂના પ્રેમી સંજયભૂરાને તરછોડી દઈને તેનાં જ ગ્રુપના સાગરની સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ રાતે જ વરાછાની વર્ષા સોસાયટીમાં હોબાળો મચાવ્યો હતો.તેની ગેંગના જ સાગરીત રાહુલ એટલે કે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયેલી ભૂરીને તમાચો મારીને તેની નવી મોપેડની તોડફોડ કરી નાંખી હતી.હંગામા પછી ભગવાનનાં ચક્કરમાં પહેલા માળેથી કૂદવા જતાં સંજયને પણ ફરાર થઈ જતાં પોલીસે તેને પોલીસ તેને હોસ્પિટલે લઈ ગઈ હતી.

વરાછા વિસ્તારમાં જાહેરમાં જ ભૂરી ગોહિલ અને સંજય ભૂરો,રાહુલ એટલે કે ગોધો, સાગર સહિતનાં ટપોરીઓની ગેંગ કુખ્યાત છે.આ ગેંગે 3 વર્ષ પહેલાં જ ધૂળેટીના દિવસે જ જાહેરમાં તલવાર કાઢી અંદરોઅંદર માથાકૂટ કરીને પહેલી વખત વિવાદમાં આવ્યા પછી આ ગેંગ સતત વિવાદમાં આવતી રહી હતી. ભૂરા અને ભૂરાની ગેંગ હવે બન્ને વચ્ચેના વિવાદને કારણે ચર્ચામાં આવી છે.

છેલ્લાં ઘણાં વખતની ભૂરીએ ભૂરાનો સાથ છોડીને સાગર સાથે વેલંજામાં રહેવા ગઈ હતી.પણ ગુરુવારની રાત્રે વર્ષા સોસાયટીમાં ગેંગના જ એક સાગરીત રાહુલ એટલે કે ગોધાના ઘરે પાર્ટીમાં ભૂરી જોવા મળતાં જ ભૂરો ઉશ્કેરાયો હતો. રાત્રે 10 વાગ્યે ઝઘડો કર્યા પછી 1 વાગ્યે પાછો આવીને ભૂરીની મોપેડની તોડફોડ પણ કરી અને ભૂરીને પણ તમાચો માર્યો હતો.તું મારી નઈ તો બીજાં કોઈની ય નહીં એમ કહીને હંગામો કર્યા પછી પહેલા માળેથી કૂદવા જતાં જ સંજય ભૂરાનો પગ ભાંગી ગયો હતો.

ભુરી અગાઉનાં પ્રેમીની સાથે દિવ ગઈ હતી,જ્યાં દારૂ પીઈને હોબાળો કરતા સંઘપ્રદેશની પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. આવી રીતે,વારંવાર વિવાદમાં રહેતી ભુરી અને વિવાદ એકબીજાનો સમાનાર્થી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *