જૂનાગઢમાં ગુરુપૂર્ણિમાના દિવસે જ આશારામ જેવા ગુરુએ સેવિકા સાથે કર્યું બીભત્સ કામ- જાણો અહી

આજે ગુરુપૂનમનો પવિત્ર તહેવાર છે. ત્યારે આજે કરોડો ભકતજનો દ્વારા પોત-પોતાનાં ગુરુઓનું પૂજન કરીને પુણ્યનું ભાથું બાંધવાનો દિવસ છે. ત્યારે ગુરુ તરીકે ઓળખાતા સાધુ પર વ્યભિચારને લગતા આક્ષેપોથી હોબાળો મચી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં વંથલી પાસે આવેલા ખોરાસા આહીરના ગામમાં આવેલ વેંકટેશ્વર તિરુપતિ મંદિરના મહંત સ્વામી શ્યામનારાયણચાર્યની એક મહિલા સાથેની બીભત્સ માંગણી કરતો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહંત દ્વારા એક મહિલા સેવિકા પાસે ફોનમાં પપ્પી માંગવાની વાત કરવામાં આવે છે. મહંત મહિલાની પાસે બિભત્સ માંગણી કરતા મહિલા એ ઉશ્કેરાઈને અને મહંત પર ગુસ્સે થઈ ગઈ હતી. જેથી મહંતે ફોનને કટ કરી નાખ્યો હતો, અને બીજીવાર મહિલાએ મહંતનો ઉધડો લીધો હતો.

આ ઓડીયો છેલ્લા થોડાં સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે વેંકટેશ્વર તિરૂપતિ મંદિરના ટ્રસ્ટીઓએ આક્ષેપ મુક્યો છે, કે આ ઓડિયો ક્લિપ મંદિરના મહંત શ્યામનારાયણચાર્યની જ છે, તથા આ સાધુને ન શોભે એવું વર્તન કરીને મહિલાની પાસે બિભત્સ માંગણી કરવામાં આવી રહી છે. મંદિરના ટ્રસ્ટીઓએ મિટિંગ બોલાવીને આ બાબતે કાર્યવાહી કરશે એવી માહિતી મળી રહી છે.

આ બાબતે ટ્રસ્ટીઓ દ્વારા મહિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ મહિલા સમાજના ડરે ફરિયાદ નોધાવવા માટે તૈયાર નથી. પણ ટ્રસ્ટીઓએ આવી પાપલીલા કરનાર મહંતની સામે પગલાં લેવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, અને મહંતની સામે અગાઉ ઘણાં આર્થિક વ્યવહારોને લગતા આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સાધુની ગરિમાને કલંક લગાડતી વધુ એક ઘટના સામે આવતા જ સમગ્ર ભક્તજનોમાં ઘેરા પડઘા પડી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *