દીકરી પિતા સાથે રહેતી જેલમાં કેદ હતી, જીલ્લા કલેક્ટરએ કર્યું એવું કે બદલાઈ ગઈ જિંદગી

છત્તીસઢના બિલાસપુરમાં છ વર્ષની બાળકીના જીવનમાં એક નવી વળાંક આવ્યો છે. જ્યારે આ બાળકી થોડા મહિનાની હતી ત્યારે તેને જેલમાં લાવવામાં આવી હતો. તેણે કોઈ…

છત્તીસઢના બિલાસપુરમાં છ વર્ષની બાળકીના જીવનમાં એક નવી વળાંક આવ્યો છે. જ્યારે આ બાળકી થોડા મહિનાની હતી ત્યારે તેને જેલમાં લાવવામાં આવી હતો. તેણે કોઈ ગુનો કર્યો હતો, એટલા માટે નહીં પરંતુ પિતા સિવાય આ દુનિયામાં તેની પાસે બીજું કોઈ ન હતું. પિતાએ ગુનો કર્યો હતો અને તેને જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ બાળકી જેલમાં મોટી થાય છે. પરંતુ એક આઈએએસ અધિકારીએ તેમનું જીવન બદલી નાખ્યું.

માત્ર છ વર્ષની આ દીકરીની માતા તેના જન્મ સાથે મૃત્યુ પામી હતી. બીજો કોઈ રખેવાળ ન હતો, તેથી બાળકી તેના પિતા સાથે જેલમાં આવી. જેલ વહીવટીતંત્ર દ્વારા મહિલા કેદીઓને બાળકોની સંભાળની જવાબદારી આપવામાં આવી હતી.

સમય જતા, બાળકી મોતી થઇ અને જેલમાં જ એક પ્લે સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. સામાન્ય બાળકોની જેમ તે પણ ટીવી જોવામાં, રમવાની મજા લે છે. પરંતુ આ બધા કરતાં પણ વધુ, તેને અભ્યાસ કરવાની ઇચ્છા છે. વાત થોડા દિવસો જૂની છે. જેલનું નિરીક્ષણ કરવા બિલાસપુરના કલેક્ટર ડો. સંજય અલંગ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તે આ બાળકીને મળ્યા. જ્યારે કલેકટરે બાળકીને પૂછ્યું કે તે શું કરવા માંગે છે, ત્યારે તેણે કહ્યું કે તે જેલમાંથી બહાર નીકળીને ભણવા માંગે છે. શાળાએ જવા માંગે છે.

બાળકીની આ ઇચ્છા આઇએએસ અધિકારી ડો.અલંગના હૃદયને સ્પર્શી ગઈ. તેણે જેલના અધિકારીઓ સાથે વાત કરી અને બાળકીને શહેરની સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. કલેકટરની પહેલની બધે ચર્ચા છે. આ પગલામાં તેને શહેરની લાયન્સ ક્લબ દ્વારા પણ ટેકો મળ્યો હતો. બાળકી હવે માત્ર સ્કૂલમાં ભણતી જ નથી, પરંતુ તેને શાળાની હોસ્ટેલ માં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહી નોંધનીય વાત એ છે કે ડો. સંજય અલંગ ખુદ વાંચન અને લેખનનો પણ શોખીન છે. તે લેખક પણ છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. ધ બેટર ઈન્ડિયાના અહેવાલ મુજબ, કલેક્ટરને તેમના પુસ્તકો અને કવિતાઓ માટે “રાષ્ટ્રકવિ દિનકર સન્માન”, “ભારત ગૌરવ સન્માન”, “સેવા શિખર સન્માન” મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *