કોરોના વાયરસ (Coronavirus)ના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગ (Surat Diamond Business)ને થયું છે. કારણ કે અનલોક (Unlock) શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ રાબેતે મુજબ શરૂ થયો નથી. કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પણ તૈયાર માલની માંગ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ (Diamond Manufacturing) અને ટ્રેડિગ સેક્ટરમાં પણ કોરોના સક્ર્મણ સાથે આ ઉદ્યોગની ચેન ચાલતી ન હોવાથી આ ઉદ્યોગ હાલમાં મરણ પથારીએ પડ્યો છે. આ ઉદ્યોગ આગામી કેટલાક માહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી. આ જ કારણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેકાર બન્યા છે. અત્યાર સુધી આ જ કારણે હીરા ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન થઈ ચુક્યું છે.
ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસ વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જેની અસર ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી છે. વિદેશથી આવતા ઓર્ડર રદ થવા લાગ્યા બાદ ભારતમાં વાયરસે પગપેશારો કરતા સારકારે સાવચેતી માટે લોકડાઉન જાહેર કર્યું હતું. હીરા મેન્યુફેક્ચરીમાં ગુજરાત અને તેમાં પણ સુરત શહેર મોખરે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં તૈયાર કરવામાં આવે છે.
રત્નકલાકારોનું વતન તરફ પલાયન
લૉકડાઉન લાગુ થયા બાદ સુરતમાં રહીને કામ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના રત્નકલાકારોએ હિજરત શરૂ કરી દીધી હતી. કારણ કે હીરા ઉદ્યોગ બંધ થતા આ લોકોને ભાડના રૂમના પૈસા ચૂકવવાના ફાંફાં પડી ગયા હતા. અનલોક શરૂ થયા બાદ હીરા ઉદ્યોગ ફરી શરૂ થયા બાદ કેટલાક રત્નકલાકારો પરત આવ્યા હતા. પરંતુ સુરતમાં સંક્રમણ વધતા ફરીથી હીરા ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ફરીથી રત્ન કલાકારોએ વતનની વાત પકડી છે.
અનલોક 1.0 શરૂ થયા બાદ ડાયમંડ ઉદ્યોગ પણ ધીમે ધીમે શરૂ થયો હતો. જોકે, આ ઉદ્યોગ ચેન દ્વારા ચાલતો હોય છે. એટલે કે આ ઉદ્યોગ ચાલુ કરવો શક્ય ન હોવા છતાં ચાલુ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગ ચાલુ કરવા માટે પહેલા રફ ડાયમંડ વિદેશથી આવે છે, પણ ફ્લાઇટ બંધ હોવાને લઇને માલની પણ અછત સર્જાઈ છે. અમુક વેપારી પાસે માલ છે પણ આ માલ સુરતની ફેકટરીમાં તૈયાર થયા બાદ, વેપારી પાસે જ પડ્યો રહે છે. કારણ કે, મુંબઈની ઓફિસ ચાલુ થાય તો આ માલ વિદેશ મોકલી શકાય છે. હાલ ગુજરાત સરકારે છૂટ આપી છે પરંતુ મહારાષ્ટ્ર બંધ હોવાને કારણે નિકાસ નથી થઈ રહી.
સાથે-સાથે માલ આંગડિયા દ્વારા લેવામાં અને મોકલવામાં આવે છે. પરંતુ આંગડિયા પણ બંધ હોવાથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયમંડનો ઉપયોગ સૌથી વધારે જ્વેલરીમાં થાય છે પરંતુ દાગીના બનાવનારા બંગાળી કારીગરો પણ વતન તરફ પલાયન કરી ગયા છે. આ બાજુ ડાયમંડ ફેક્ટરી કામ કરતા સૌરાષ્ટના લોકો વતન ગયા છે, ત્યારે એક મહિના સુધી પરત નહીં ફરવાની ગાઈડલાઇન પ્રમાણે સરકારે વતન જવાની મંજૂરી આપી હતી. એટલે કે આ ઉદ્યોગ આગામી બે મહિના સુધી ચાલુ નહીં થાય. એટલું જ નહીં આ ઉદ્યોગમાં ગતિ આવતા આગામી 6 મહિના જેટલો સમય લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news