હિમાચલ પ્રદેશના હિમાલય પર્વતો પરથી બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. આ એક મોટી ચેતવણી છે. કારણ કે જો હિમાલયનો બરફ વધુ ઝડપથી ઓગળી જાય તો ભવિષ્યમાં પાણીનું મોટુ સંકટ સર્જાય છે. આ અભ્યાસ હિમાચલ ક્લાયમેટ ચેન્જ સેન્ટરના વૈજ્ઞાનિકો એ કર્યો છે. તેમના મતે છેલ્લા બે વર્ષમાં હિમાચલ પ્રદેશમાં કુલ બરફમાં 0.72 ટકાનો ઘટાડો થયો છે.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે હિમાચલમાં વર્ષ 2018-19માં હિમચાલમાં 20,210 ચોરસ કિલોમીટરથી વધુનું બરફનું આવરણ હતું. જે 2019-20માં ઘટીને 20,064 ચોરસ કિલોમીટર થઈ ગયુ છે. આની અસર સીધી હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના રાજ્યોમાં રહેતા લોકોને થશે.
બરફનો સતત ઘટાડો ઉનાળા દરમિયાન નદીઓના પ્રવાહને અસર કરે છે. નિષ્ણાંતોના મતે બરફ ઝડપથી ઓગળવાના કારણે આગામી દિવસોમાં પાણીની અછત વર્તાઇ શકે છે. હિમાચલના આ રાજ્યોમાં જે રાજ્યોમાં પાણી જાય છે તેના માટે ભારે સંકટ આવશે. જેમ કે – પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર.
આબોહવા પરિવર્તન કેન્દ્ર રાજ્યના બરફ કવર વિસ્તારને મેપ કરે છે. આ અહેવાલમાં, બિયાસ અને રવિ બેસિનના કેચમેન્ટ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેથી તે બહાર આવ્યું છે કે અહીં બરફમાં ઘટાડો થયો છે. જ્યારે સતલજ બેસિનમાં પ્રમાણમાં વધુ બરફ જોવા મળ્યો છે.
ચિનાબ બેસિનમાં, કુલ બેસિનનો 87 ટકા હિસ્સો એપ્રિલમાં બરફમાં હતો. જ્યારે, મેમાં તે ઘટીને 65 ટકા થઈ ગયો છે. એટલે કે, ચિનાબ બેસિનમાં 22 ટકા હિમવર્ષા જોવા મળી. તે ઓગસ્ટમાં વધુ ઓગળશે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news