જો તમારા સુંદર ચહેરા પર કરચલીઓ છે? આંખોની આસપાસ પડતા કાળા કુંડાળાઓ અને ચહેરા પરની કરચલીઓ તમારી સુંદરતાને અસર કરે છે. તમારા પેટમાં થયેલી ગરબડ અથવા હોર્મોન્સમાં અસંતુલનને કારણે ચહેરા ઉપર કરચલીઓ પડી શકે છે.
જોકે, ચહેરા ઉપર પડેલી કરચલીઓથી છૂટકારો મેળવવા માટે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ કેટલીકવાર આ કરચલીઓ પણ સમય સાથે ઠીક થઈ જાય છે. ચહેરા ઉપર પડેલ કરચલીઓને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. ચાલો આપણે જાણીએ કે, ચહેરા ઉપર પડેલ કરચલીઓને છૂટકારો મેળવવા માટે શું કરવું જોઈએ.
ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરવાના ઘરેલુ ઉપચાર:
ચહેરા પર પડતી કરચલીઓથી બચવા માટે તેજ સૂર્યપ્રકાશથી બચવું મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે તડકામાં બહાર નીકળો ત્યારે છત્રીનો ઉપયોગ કરો.વધુ પડતા તડકાથી તમારી આંખો અને આ રીતે બચાવી શકો છો.
તડકામાં ઘરની બહાર જતા સમયે સનસ્ક્રીન લોશન જરૂર લગાવો.
ઘરેલું ઉપાય અપનાવીને તમે ઘરે પેસ્ટ બનાવી શકો છો. પેસ્ટ બનાવવા માટે ઘઉંના લોટમાં દહીં, લીંબુનો રસ અને ફુદીનાનો રસ મિક્સ કરી ચહેરા પર 2 થી 3 મિનિટ સુધી ઘસવું અને લગભગ 5 મિનિટ પછી ચહેરો ધોવો.
ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે તમે લીંબુ, હળદર અને ચણાના લોટની પેસ્ટ લગાવી શકો છો.
અનિંદ્રા પણ કરચલીઓનું કારણ બની શકે છે. તેથી જ તમારી ઊંઘ પૂર્ણ થવી મહત્વપૂર્ણ છે, આ માટે તમારે સમયસર સૂવું જોઈએ અને સમયસર ઉઠવું જોઈએ.
રાત્રે સૂતા પહેલા ચહેરો ધોઈ લેવો જ જોઇએ, આમ કરવાથી કરચલીઓ દૂર થશે અને ચહેરાની ગંદકી પણ દૂર થઈ જશે.
રાત્રે સૂતા પહેલા ક્રીમમાં બદામ પીસીને પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથથી માલિશ કરો અને પછી સૂઈ જાઓ.
સફરજનનો પલ્પ અથવા પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.
ચહેરા પર બદામ, લીંબુ અને ક્રીમ પેસ્ટ અથવા તુલસીના પાનની પેસ્ટ લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.
દરરોજ તાજા ટમેટાં કાપીને તેનો રસ ચહેરા ઉપર હળવા હાથે લગાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news