રાજીવ દીક્ષિત: 15 દિવસે એક વખત જરૂર કરવો જોઈએ ઉપવાસ, જાણો તેનાથી થતા ફાયદા વિશે…

ઉપવાસથી આપણા શરીરની શુદ્ધિ થાય છે. સાત દિવસમાં એક દિવસ ઉપવાસ કરવો એ ખુબ જ ફાયદાકારક છે. પરંતુ ઉપાસના દિવસ દરમિયાન થોડા થોડા સમયે પાણી જરૂર પીવું જોઈએ. શરીરમાં વધુ પડતા ભોજનને સંતુલિત કરવા માટે ઉપવાસ નો નિયમ બનાવવામાં આવ્યો છે.

ઉપવાસના દિવસે પણ પેટમાં એસિડ બનવાની ક્રિયા ચાલુ રહે છે જેને ન્યુટ્રોલ કરવા માટે થોડા થોડા સમયે પાણી પીવું જોઈએ. થોડા થોડા સમયે પાણી પીવાથી આપણા શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડ નષ્ટ થઈ જાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખૂબ જ ખરાબ એસિડ માનવામાં આવે છે. થોડા થોડા સમયે પાણી ન પીવાથી આ ઍસિડ આંતરડામાં પણ જલન ઉત્પન્ન કરે છે. જેના કારણે ગંભીર બીમારી પણ ઉત્પન્ન થઇ શકે છે.

શાકાહારી ભોજન કરવા વાળા લોકો માટે લાંબો ઉપવાસ કરવો હિતકારી નથી. પરંતુ જે લોકો માંસાહારી ભોજન કરે છે તે લોકોએ લાંબો ઉપવાસ કરવો જોઈએ. અજગર એક વખત ભોજન કર્યા બાદ 15 દિવસ ઉપવાસ કરે છે. માંસ ખાવાથી શરીરમાં એસિડ ઉત્પન્ન કરવાવાળી ગ્રંથિઓને મદદ મળે છે જેના કારણે ઉપવાસના દિવસે પણ એસિડ ઓછું બને છે.

લાંબો ઉપવાસ કરતી સમયે મગની દાળ, તેને પાણીમાં નાખીને પાણી પીવું જોઈએ. પાણીને હૂંફાળું કરીને થોડો ચુનો નાખીને પાણી પીવું જોઈએ. જે લોકો માંસાહારી ભોજન કરતા હોય છે તેવા લોકોએ એક દિવસ ભોજન અને એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. આ કાર્ય કરવામાં થોડાક દિવસ તકલીફ થશે પરંતુ પછી આપણા શરીરમાં બનતું એસિડ ઓછું થઈ જશે.

ખેતરમાં કામ કરવા વાળા ખેડૂતો અથવા શારીરિક શ્રમ વધુ કરવાવાળા લોકોએ ઉપવાસ કરવાની જરૂર નથી. ઉપવાસના દિવસે પાણીમાં ગાયનું શુદ્ધ ઘી મિક્ષ કરીને પીવું જોઈએ. આ ઉપરાંત ઉપવાસના દિવસે પાણીમાં દેશી ગોળ અથવા લીંબુ નાખીને પણ પાણી પી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *