પ્રગતિશીલ લેઉઆ પટેલ સમાજ માટે જ્ઞાતિ સંમેલનો એ આગવી પરંપરા રહી છે. છેલ્લાં ૧૦૦ વર્ષ જેટલા સમયથી વિવિધ સ્તરે જ્ઞાતિ સંમેલનો યોજાતાં રહ્યાં છે. આવાં સંમેલનોમાં લેઉઆ પટેલ સમાજની એડતા, સમૃદ્ધિની અને લોકોપયોગી કાર્યોની ખુલ્લા મને તલસ્પર્શી ચર્ચા-વિચારણા થતી હતી.
લેઉઆ પટેલ સમાજમાં સંપની ભાવના વધુ બળવત્તર બને અને સામાજિક સમૃદ્ધિ વધે તેવા પાયાના ધ્યેય સાથે જ્ઞાતિજનો આવાં સંમેલનોમાં ઉપસ્થિત રહીને ધ્યેયલક્ષી વિચાર-વિમર્શ કરતા હતા. જોકે આ બધું હોવા છતાં આવાં જ્ઞાતિ સંમેલનૌની મોટી મર્યાદા એ હતી કે તે વ્યાપક સ્વરૂપનાં નહોતાં. સમગ્ર લેઉઆ પટેલ સમાજને એક તાંતણે બાંધી રાખે તેવી નેતાગીરીનો અભાવ હતો. તેમાં ધાર્મિક કેન્દ્રબિદુનો પણ અભાવ હતો. જોકે આવી સ્થિતિમાં ક્રમશઃ સુધારો થતો રહ્યો છે . આવા ક્રમિક વિકાસમાં ખોડલધામ તીર્થભૂમિનું ધ્યેય સમગ્ર સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.
તીર્થભૂમિ ખોડલધામનું ખાતમુહૂર્ત અને શિલારોપણ વિધિ તથા આ અગાઉ યોજાયેલાં સંમેલનો, ચર્ચાબેઠકો, ખોડલ માતાના રથનું પરિભ્રમણ જેવા પ્રેરક પ્રસંગોએ જાણે સામાજિક કાંતિ સર્જી છે . સમગ્ર સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજમાં વ્યાપક ભાવાત્મક એકતાની પ્રબળ ભાવના બળવત્તર બની છે .
માં ખોડલની કૃપાથી આજે એક વૈચારિક ક્રાંતિ સર્જાઈ છે, માટે જેમણે પરિશ્રમ કર્યો છે તે તમામ અગ્રણીઓ તથા નાનામોટા કાર્યકરો-શ્રદ્ધાળુઓ પ્રત્યે સંપૂર્ણતઃ સન્માનની ભાવના સાથે ખૂબ જ નમ્રતાથી અત્રે અપેક્ષા વ્યક્ત કરીએ છીએ કે કોઈ વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે જાણ્યે-અજાણ્યે પણ ખોડલધામ કેન્દ્રનો દૂરોપયોગ ના થાય તેની તકેદારી રખાશે તો જ લેઉઆ પટેલ સમાજની શ્રદ્ધા અખંડ રહેશે અને આ શ્રદ્ધાકેન્દ્ર હજારો વર્ષ સુધી લોકો માટે ભક્તિભાવ અને શ્રદ્ધાનું તીર્થ બની રહેશે . આ પ્રેરક તીર્થભૂમિ લેઉઆ પટેલ સમાજની આર્થિક, સામાજિક, રાજકીય પ્રગતિના કૂચ માટે પ્રેરણાની ધ્યેયલક્ષી પરબ બની રહેશે.
ખોડલધામ સાથે સંકળાયેલા સહુ કોઈ અણિશુદ્ધ અને તટસ્થ રહે તે જરૂરી છે. જેથી સમાજની સાર્વત્રિક વિકાસની દિશામાં દડમજલ બમણા વેગથી આગળ ધપે . અત્રે સુખદ નોંધ લઈએ છીએ કે ખોડલધામ વિચાર ક્રાંતિના અગ્રણીઓ અત્યારે તટસ્થ અને નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે તે મોટા સંતોષની વાત છે. ભવિષ્યમાં પણ આવી પરંપરા નિરંતર ચાલુ રહેશે તેવી પ્રાર્થના ખોડલ માતાને કરીએ છીએ . માતાની જય હો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.