આખી દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે સુરતમાં એક બાળકને અલગ પ્રકારની બીમારી જોવા મળી છે. એમઆઇએસ-સી બીમારી અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં જોવા મળે છે. આ બીમારીનાં લક્ષણો પિૃમી દેશોમાં કોરોનાથી સાજે થયેલા ૩થી ૨૦ વર્ષના બાળકોમાં જોવા છે. આ બીમારીમાં ૩થી ૨૦ વર્ષના બાળકને તાવ, નબળાઇ, ખાંસી, ઊલટી, ઝાડા અને આંખ-હોઠ લાલ થાય છે. કોરોના સંક્રમણથી સાજા થયેલા બાળકોને એમઆઇએસ-સી બીમારી થવાની સૌથી વધુ સંભાવના છે.
કોરોનાના કેર વચ્ચે પિૃમી દેશમાં દેખાયેલી બીમારી મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રેમ ઇન ચિલ્ડ્રનનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો છે. એમઆઇએસ-સી બીમારીનો પ્રથમ કેસ સુરતમાં આવ્યો છે. સગરામપુરા વિસ્તારમાં રહેતા ૧૦ વર્ષીય અબુબકર અબ્દુલકાદીર શેખની તબિયત થોડા દિવસ પહેલાં અચાનક લથડી હતી. તેને સારવાર માટે જીવનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકને પાંચ દિવસથી તાવ, નબળાઇ, ખાંસી, ઊલટી, ઝાડા અને આંખ અને હોઠ ખૂબ લાલ હતાં.
બાળકના બીમારીના લક્ષણ જોઇને ડો. આશિષ ગોટી અચંબિત થયા હતા અને તેમણે સુરત અને મંુબઇના અન્ય ડોક્ટરોની સલાહ લીધી હતી. એમઆઇએસ-સી(MIS-C) બીમારીને કારણે અબુબકરના હ્ય્દયનું પમ્પિંગ ઘટી ગયું હતું. તેથી, લોહી આપતી ધમનીમાં ફુલાવો થયા હ્ય્દયરોગના હુમલાની શક્યતા હતી. તેના હ્ય્દયનુ પમ્પિંગ માત્ર ૩૦ ટકા હતું. બાદમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે અબુબકરને એમઆઇએસ-સી પ્રકારની બીમારી છે. આ બીમારી મોટાભાગે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા પિૃમી દેશોમાં જોવા મળે છે.
તબીબોએ તેને સાત દિવસ સારવાર આપી હતી. તેથી, વાલીઓએ અત્યારથી જાગૃત થવું પડશે. જે બાળકોને કોરોનાનાં લક્ષણ દેખાય તેને એમઆઇએસ-સી(MIS-C) થવાની સંભાવના વધુ છે. બાળકમાં એમઆઇએસ-સીનાં લક્ષણો દેખાય તો બાળકને તાત્કાલિક સારવાર આપવી જોઇએ. બાદમાં બાળક સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. ડો. આશિષ ગોટીએ જણાવ્યું કે સુરતમાં આ પ્રકારનો પ્રથમ કેસ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.