હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ લ્રવાની મંજુરી ન હોવાથી આજે ગાંધીનગર જિલ્લાની બોર્ડર પર વિજાપુર અને વિસનગર વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સાથે સંગઠન ને લઈને ચર્ચા કરવા એકઠા કર્યા થયા હતા. જેમાં કાર્યકર્તાઓએ માસ્ક પહેર્યા વગર હાજરી આપતા અનેક વિવાદો ઉભા થયા છે. એટલું જ નહી આ કાર્યકર્તાઓએ સોશિયલ ડીસટન્સનો પણ ભંગ કરીને એક જગ્યાએ ભેગા થઈને મીટીંગ આયોજિત કરી હતી.
આ ઘટના બાદ ભાજપના કાર્યકરોને હાર્દિક પટેલ પર કાદવ ઉછાળવાની વધુ એક તક મળી છે. ઉલ્લેખનીય છે કે આજે સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમવાર સુરત આવી રહ્યાં છે. પક્ષ પ્રમુખના સ્વાગત સાથે કાર રેલીનું શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એક કિમી લાંબા ધ્વજ અને રેલીઓ સાથે કાર્યકરો વાલક ખાતે પહોંચ્યા હતાં. જો કે, પાટીલનું સ્વાગત થાય અને રેલી નીકળે એ અગાઉ જ ફોટો સેશનમાં મસ્ત બનેલા કાર્યકરો અને ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.