આ પટેલ બિલ્ડરે સુરતવાસીઓને 755 આલીશાન ફ્લેટ આપી દીધા- જે લોકો નથી ભરી શકતા ઘરનું ભાડું રહેવા દેશે ફ્રીમાં

સુજવ ડેવલોપર્સ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વેસુ ફાર્મ હાઉસ પર ડોક્ટર અને જમવાની સગવડતા સાથે ફ્રી આઇસોલેશન વોર્ડ અને સુરતમાં જે પરિવારો ભાડું ન ભરી શકતા હોય તેમના માટે એમના 755 ફ્લેટમાં ત્રણ મહિના ભાડુ ફ્રી અને ત્યાર બાદ 1000₹ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

કર્ણની ભૂમિ સુરત હર હંમેશ કોઈને કોઈ બાબતે અવનવા ઈતિહાસ રચી રહી છે. ત્યારે વિશ્વ પર આવેલી આ મહામારી સમયે સુરત શહેરનાં હજારો લાખો પરપ્રાંતિઓ તેમજ જરૂરિયાત ભુખ્યાઓને ભોજન તેમજ અનાજ કરિયાણાની કીટ વિતરણ હોય, રક્તદાન, પ્લાઝમા ડોનેશન કે પછી કોરોના પોઝિટિવ માટે આઇસોલેશન વોર્ડ ઉભા કરવાના હોય સુરત સેવાકીય કાર્યમાં સદાય અગ્રેસર રહ્યું છે અને રહેશે.

આ કાર્યમાં એક નવી પહેલ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે શ્રી મનસુખભાઈ ધડુક, સાહિલભાઈ ધડુક સંચાલિત સુજવ ડેવલોપર્સ દ્વારા કરવામાં આવી છે. એમના વેસુ ફાર્મ હાઉસ પર 35 બેડરૂમ, 3 MD ડોક્ટર સાથે દવા,પાણી, ભોજન અને ફળફ્રુટની વ્યવસ્થા વિનામુલ્યે ઉભી કરાય છે. વધુ માહિતી આપતા ધર્મેશભાઈ કે. ડોબરીયા જણાવે છે કે, જેમને ડોક્ટરે 14 દિવસ હોમ કોરેન્ટીનની સલાહ આપી હોય એ દર્દીઓને પ્રકૃતિના ખોળે રમણીય વાતાવરણમાં બધી સગવડતા સાથે વિનામુલ્યે સેવા આપવાની સુજવ ડેવલપર્સ દ્વારા પહેલ કરાય છે.

સાથે વિશેષમાં એ પણ જણાવ્યું છે કે સુરતમાં જે પરિવાર ભાડું ન ભરી શકતા હોય તેમના માટે કંપનીનાં વેસુમાં 755 ફ્લેટ છે. ત્યાં પ્રથમ ત્રણ મહિના ફ્રી અને ત્યાર પછી 1000 ₹ ભાડું, 3 BHK માં ફ્રી વાયફાય, CCTV કેમેરા, સિક્યુરિટી ગાર્ડન સાથે આ સુવિધા ઉપલબ્ધ થશે ઉપયુક્ત બંને બાબતો માટે 84695 66433 / 70964 66433 પર સંપર્ક કરવા વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *