આ રીતે ભોજન ગ્રહણ કરશો તો નહીં આવે કોઈ સમસ્યા, જાણો રાજીવ દીક્ષિતના મતે

ભોજન ગમે તેટલું આરોગ્યપ્રદ અને સ્વચ્છ હોય પરંતુ તેનું સમજણપૂર્વક સેવન કરવામાં ન આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. ભોજન બનાવવું એ એક કળા છે. કેવી રીતે જમવાની પણ એક કળા છે. તેને આરોગ્યની દ્રષ્ટિએ વિકસાવવી જોઈએ.તેના માટે અહીંયા કેટલાક સુચનો આપવામાં આવે છે જેને અનુસરવાથી તમને ફાયદો થશે.

1. આપણે દિવસ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. જેના લીધે આપણા હાથ, પગ અને મો ગંદા થાય છે. તેથી જમતી વખતે હાથ-પગ મોં ધોઈને બેસવું જોઈએ.

2. જમવા બેસીએ તે સ્થળ પણ જોવું જોઈએ. આજુબાજુ નો કચરો સાફ કરી લો હોવો જોઈએ.તે સમયે જો અગરબત્તી કે ધૂપ કરેલો હોય તો જમવાનું આનંદમય બને છે.

3.જમવાની થાળી વાડકા ચમચા વગેરે ધોવાયેલા અને સ્વચ્છ હોવા જોઈએ.જો પિત્તળના વાસણમાં જમવાનું બનાવવામાં આવતું હોય તો તેને વ્યવસ્થિત કલાઈ કરેલી હોવી જોઈએ.

4. કોઈપણ જાતની ચિંતા ડર કે ક્રોધ વગેરે થી મુક્ત થઈને પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક જમવું જોઈએ. વળી જમતી વખતે બોલવાનું ટાળવું જોઈએ

5. આહાર અને અન્ય દેવતા માનો અને તેનો તિરસ્કાર ન કરો. ખાવું હોય તેટલું જ લેવું એઠું છોડવાથી અન્નનો બગાડ થાય છે.

6. જમતા પહેલાં કે જમ્યા પછી પાણી ન પીવું જોઈએ. પરંતુ ભોજન વચ્ચે પાણી પીવો તો ચાલે

7.જમતા પહેલાં અને જમ્યા પછી મોઢા ની શુદ્ધિ માટે પાણીના કોગળા કરવા.

8. ખાધા પછી થોડું ચાલી ને ડાબે પડખે થોડીવાર આવડવું જોઈએ.

9. બને ત્યાં સુધી પ્રવાહી કે અર્ધપ્રવાહી ખોરાક જ લેવો.ઘન પદાર્થને ખૂબ ચાવી ચાવીને પ્રવાહી જેવો કરીને જ ગળા નીચે ઉતારવો.

10. ક્યારેય પણ ભરપેટ ન જમવું. ભૂખ કરતાં ઓછું ખાવાની ટેવ પાડવી. પેટના ત્રણ ભાગની કલ્પના કરીને એક ભાગ ધન પદાર્થોનો તથા બીજો ભાગ પ્રવાહી ખોરાક થી ભરવો અને ત્રીજો ભાગ ખાલી રાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *