ગુજરાતના આ ગામમાં માનવભક્ષી દીપડાએ મચાવ્યો આતંક- 7 વર્ષની બાળકીનો એવો હાલ કર્યો કે…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે ઘણીવાર ઘટનાઓ સામે આવતી હોય છે. દાહોદ જીલ્લામાં દીપડાએ ઘણો આતંક મચાવ્યો છે. દીપડાને લઈને થોડાં સમયમાં જ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના ફરી સામે આવી રહી છે.

દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવિ દીધો છે. દીપડાએ માત્ર 1 મહિનામાં કુલ 3 બાળકોને શિકાર બનાવ્યા છે. ધાનપુર તાલુકામાં આવેલ કાંટુ ગામમાં શુક્રવારનાં રોજ મોડી રાત્રે દીપડો માત્ર 7 જ વર્ષની બાળકીને જંગલમાં ખેંચીને લઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. જો, કે જંગલમાંથી મળેલ બાળકીને તબીબોએ મૃત પણ જાહેર કરી દીધી હતી.ગત 26 જુલાઇએ ધાનપુર તાલુકામાં આવેલ ખજુરી ગામનાં પશુઓ ચરાવતી માત્ર 9 જ વર્ષીય બાળકી ડામોર કાજલ સુમલાભાઇને દીપડો ગળાનાં ભાગે પકડીને જંગલમાં લગભગ કુલ 500 મીટર સુધી ઢસડીને પણ લઇ ગયો હતો.

ગોવાળિયાઓની ચીસ સાંભળીને લોકો જંગલ બાજુ દોડી આવ્યા હતાં. ઘટનાની માહિતી વન વિભાગની વાસીયાડુગરી રેન્જને થતાં RFO M.K. પરમાર સ્ટાફની સાથે ઘટનાસ્થળ પર દોડી ગયા હતાં. વનવિભાગ તથા ગામનાં લોકોએ જંગલમાં તપાસ કરતાં જ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

9 જુલાઇએ ધાનપુર તાલુકામાં આવેલ આમલી મેનપુર ગામનાં કુલ 11 વર્ષીય કિશોર પર દીપડા એ જીવલેણ હુમલો કર્યો હતો. જેને સારવાર અર્થે અમદાવાદ તેમજ ત્યારપછી વડોદરા પણ લઇ જવાયો હતો. જો,કે વડોદરામાં સારવાર દરમિયાન કિશોરનું મોત પણ થયું હતું.

દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકામાં માનવભક્ષી દીપડાનાં આતંકથી લોકો ખુબ જ ત્રસ્ત છે. જુલાઇ મહિનામાં ધાનપુર તાલુકામાં દીપડાએ કુલ 17 સ્થળોએ જીવલેણ હુમલા કર્યાં હતાં.આની અગાઉ પણ માનવભક્ષી દીપડાને પકડવાં માટે વન વિભાગે પાંજરું મૂક્યું હતું, પણ એમાં ઉંમરલાયક દીપડો પાંજરામાં પુરાયો હતો.

હવે વન વિભાગે ફરી એકવાર કાંટુ ગામની પાસે દીપડાને પકડવાં માટે પણ પાંજરું મૂક્યું છે. માનવભક્ષી દીપડાને પકડવાં માટેની તમામ ગ્રામજનો પણ હાલમાં માંગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *